Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નવેઠા ગામ પાસે જીએફએલી કંપનીની બસમાં કાર ઘુસી, ચાલકને ગંભીર ઈજા : જેસીબીની મદદથી કારને બહાર કાઢી ડ્રાઈવરનું રેસ્ક્યુ કરાયું

Share

 

ભરુચ

Advertisement

ભરૂચ તાલુકામાં આવેલાં નવેઠા ગામે પાસે શુક્રવારે બપોરના સમયે એક કાર ચાલકે કોઈ કારહાસર સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં તેની કાર જીએફએલ કંપનીની બસની નીચે ઘુસાડી દીધી હતી. પટનામાં ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી. કાર આખી અંદર ફસાઈ ગઈ હોવાને કારણે જેસીબીની મદદથી કારને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી.

ભરૂચના દહેજ રોડ પર શુક્રવારે નવેઠા ગામે પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કારના ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી હતી. દરમિયાનમાં નવેઠા ગામ પાસે કાર ચાલકે જીએફએલ કંપનીની બસમાં પડાકાભેર પોતાની કાર અથાડી દેતાં તેની કાર બૂમાં અંદર ઘુસ ગઈ હતી. કારનો અડધો ભાગ બસમાં ફસાઈ જવાને કારણે ચાલક પણ અંદર જ ફસાઈ ગયો હતો. ઘટનાને પગલે બસમાં સવાર કંપનીના કર્મીઓએ તુરંત નીચે ઉતરી રેસ્કયુ માટેની કવાયત શરુ કરી હતી. કારને કાઢવા માટે તેમણે જેસીબી બોલાવી હતી. જે બાદ જેસીબીથી પેનકેન પ્રકારે કારને બહાર કાઢી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જોકે, ચાલક બેભાન હોવાને કારણે હજી તેનું નામઠામ જાણી શકાયું ન હતું.


Share

Related posts

જાણો ભરૂચ જિલ્લામાં ક્યાં કોરોના ની કેટલી આફત

ProudOfGujarat

સુરત : મોડાસાની યુવતીના શંકાસ્પદ મોતના મામલે સ્થાનિકો દ્વારા યુવતીને ન્યાયની માંગ સાથે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી.

ProudOfGujarat

ભરૂચના નબીપુરમાં વિવિધ સ્થળોએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!