Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના નિલેશ ચોકડી પાસે ઓવરબ્રિજમાં ડમ્પર ફસાયું, સદ્નસીબે જાનહાની ટળી

Share

આજ રોજ વહેલી સવારે અંકલેશ્વર GIDC વિસ્તારમાં નિલેશ ચોકડી નજીક એક હાઇવો ડમ્પર અચાનક ઓવરબ્રિજ નીચે ફસાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ડમ્પરની હાઇડ્રોલિક ટ્રોલી ખુલ્લી રહી જવા કે પછી કોઈ ટેક્નિકલ ખામીના કારણે ચાલતી ગાડી અચાનક ઊંચી થઈ જતા ટ્રોલી ઓવરબ્રિજ નીચે અથડાઈ ફસાઈ ગઈ હતી.

સદ્નસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ડ્રાઈવરે સમજદારી દાખવી ડમ્પરને રિવર્સમાં લઈ જઈ હાઇડ્રોલિક ટ્રોલી નીચે ઉતારી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ભારે જહેમત બાદ ડમ્પરને સ્થળ પરથી હટાવવામાં આવ્યો હતો.

Advertisement

ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક પર અસર પડી હતી, જોકે બાદમાં સ્થિતિ સામાન્ય બની હતી. અત્યાર સુધી મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.


Share

Related posts

હવાઈ ​​પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર ! હવે આ લોકો મુસાફરી કરી શકશે નહીં, DGCAએ જારી કર્યો આદેશ.

ProudOfGujarat

ભરૂચના દરિયા કિનારાના ગ્રામજનોને સંભવિત વાવાઝોડાં પગલે તકેદારી રાખવા ભરૂચ મામલતદારે માર્ગદર્શક સૂચનો આપી મુલાકાત લીધી

ProudOfGujarat

વડોદરાના સોશિયલ વર્કર પાસે છે 1 ઇંચથી 1 ફૂટ સુધીની ગણપતિની એન્ટિક મૂર્તિઓનું કલેક્શન, 40 વર્ષથી કરે છે કલેક્ટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!