Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ વે પર પુનગામ નજીક કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, ટ્રક ડ્રાઇવર-ક્લીનર ઝડપાયા

Share

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરતા દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ વે પર પુનગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. ચોખાની ઘૂણની આડમાં ગેરકાયદેસર રીતે છુપાવીને લઈ જવાતો આશરે ₹2 કરોડથી વધુનો દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે, જેનાથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં હડકંપ મચી ગયો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગ્રામ્ય પોલીસની ટીમે એક્સપ્રેસ વે પર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રકને રોકી તેની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. શરૂઆતમાં ટ્રકમાં ચોખાની બોરીઓ ભરેલી હોવાનું જણાતું હતું, પરંતુ વધુ તપાસ કરતા ચોખાની ઘૂણની વચ્ચે સુવ્યવસ્થિત રીતે છુપાવવામાં આવેલી 33 હજારથી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની અંદાજિત કિંમત રૂપિયા 2.6 કરોડ જેટલી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ કેસમાં ટ્રકના રાજસ્થાનના ડ્રાઇવર જેરામ મેગવાલ અને ક્લીનર મુકેશ મેગવાલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દારૂ, ટ્રક અને ચોખા સહિત કુલ રૂપિયા 2.24 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જણાવ્યું છે. આરોપીઓની પૂછપરછમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે દારૂ હરિયાણા બોર્ડર પરથી ભરાયો હતો અને તેને વાંસદા ટોલનાકા સુધી પહોંચાડવાનો પ્લાન હતો.

Advertisement

પોલીસથી બચવા અને ચેકિંગથી દૂર રહેવા માટે આરોપીઓએ દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ વેનો માર્ગ પસંદ કર્યો હતો, જેથી ઝડપાઈ જવાના જોખમને ટાળી શકાય. જોકે, ગ્રામ્ય પોલીસની સતર્કતા અને સમયસર મળેલી બાતમીના કારણે મોટી હેરાફેરી અટકાવવામાં સફળતા મળી છે.

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. દારૂના સપ્લાય ચેઇન, માલ મોકલનાર અને પ્રાપ્ત કરનાર સહિતના અન્ય સંડોવાયેલા તત્વોને શોધવા માટે તપાસનો દોર વિસ્તરાવવામાં આવ્યો છે.

 


Share

Related posts

રાજપીપળામાં ચૈત્રી નવરાત્રીનો મેળાનો પ્રારંભ થતાં ભક્તો ઉમટ્યા

ProudOfGujarat

ઝઘડિયા GIDC માં આવેલ ન્યુબર્ગ કંપનીમાંથી થયેલ એસ.એસ. પ્લેટની ચોરીનાં ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

આફ્રિકાના ઝામ્બિયા પાસે કાબ્વે ટાઉનમાં નિગ્રો લૂંટારુઓના ફાયરિંગમાં ભરૂચના વતની યુવકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!