Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કોસંબા–માંગરોળ–ઝાંખવાવ માર્ગ પર વૃક્ષોને રંગરોગાનથી સુંદરતા વધી :  માર્ગ અને મકાન વિભાગની પહેલથી વૃક્ષો વધુ સ્પષ્ટ દેખાશે, વાહનચાલકોની સલામતીમાં વધારો થવાની આશા

Share

 

વાંકલ :

Advertisement

માર્ગોની સુંદરતા, સ્વચ્છતા અને વાહનચાલકોની સલામતી વધારવાના હેતુથી સુરતના માર્ગ અને મકાન વિભાગ-૨ દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત કોસંબા–માંગરોળ–ઝાંખવાવ માર્ગ પર આવેલા વૃક્ષોના થડને ગેરુ અને ચૂનાથી રંગવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

માર્ગની બાજુમાં આવેલા વૃક્ષો રાત્રિના સમયે તેમજ ધુમ્મસની સ્થિતિમાં સ્પષ્ટ દેખાય તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વૃક્ષોના થડના નીચેના ભાગમાં ગેરુ અને ઉપરના ભાગમાં ચૂનાનું રંગકામ કરવામાં આવ્યું છે.

આ કામગીરીથી માર્ગની સુંદરતામાં વધારો થવાની સાથે વૃક્ષો વાહનચાલકોને વધુ સ્પષ્ટ રીતે દેખાશે. પરિણામે રાત્રિના સમયે વાહન ચલાવનારાઓને માર્ગની બાજુમાં આવેલા વૃક્ષો ઓળખવામાં સરળતા રહેવાની આશા છે.

માર્ગ અને મકાન વિભાગની આ પહેલને માર્ગોની જાળવણી અને સલામતીની દિશામાં ઉપયોગી પગલું માનવામાં આવી રહ્યું છે. જોકે, વાહનચાલકોએ સલામત ગતિએ વાહન ચલાવી માર્ગના નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે.


Share

Related posts

અંધ ધ્વજ દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી રદ, અંધજનો માટે સન્માન સમારોહ યોજાશે : વરસાદી વાતાવરણને પગલે રેલીનો નિર્ણય બદલાયો; અનાજ કિટનું વિતરણ અને આત્મનિર્ભર અંધજનોનું સન્માન કરાશે

ProudOfGujarat

વડોદરા : બેફામ બનેલા બુટલેગરોની ખુલ્લેઆમ એકબીજાને ધમકીઓ, પોલીસને ભરણ આપું તો મારા વિસ્તારમાં ધંધો નહિ કરવાનો..!!!

ProudOfGujarat

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!