ભરૂચ :
ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૨૨માં આવેલા એક મકાનમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બનાવની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ, નર્મદા એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૨૨ના એક મકાનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગને કારણે આસપાસના રહીશો ગભરાઈ ગયા હતા અને સલામતીના ભાગરૂપે કેટલાક લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના લાશ્કરો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની ટીમે સમયસર આગ પર કાબૂ મેળવતાં મોટી દુર્ઘટના ટળી હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને મકાનમાં થયેલા નુકસાન અંગેની વિગતો સામે આવી નથી.
