Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયા-અંક્લેશ્વરમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી : ૧૭.૪૦ લાખનો દંડ ફટકાર્યો

Share

 

ભુસ્તર વિભાગ ટીમની છેલ્લા એક સપ્તાહથી આકસ્મિક ચેકિંગ ઝૂંબેશ

Advertisement

।ભરૂચ ।

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર તેમજ ઝઘડિયા તાલુકામાં કેટલાંક વિસ્તારમાં ગેરકાયદે રેતી ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો સતત ઉઠતી રહે છે.દરમિયાનમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના ખાણ-ખનિજ વિભાગની ટીમોએ સંયુક્ત રીતે ૧૮ અને ૧૯ ફેબ્રુઆરીએ આકસ્મિક ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ટીમે કુલ ૧૭.૪૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યોછ. ઉપરાંત ૯ વાહનો સીઝ કર્યા છે.

ભરૂચ જિલ્લામાં ખાણ અને ખનિજ વિભાગ દ્વારા છેલ્લાં એક સપ્તાહથી સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રી છે, જેમાં જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી તેમજ નિયમોનું ઉલ્લંઘન કરી દોડતાં વાહનો સામે ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતાં સપ્તાહમાં કુલ ૧૭,૪૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં ટીમે ઝઘડિયા તાલુકાના મુલદ અને પરા વિસ્તારમાં અચાનક ચેકિંગ હાથ ધરી રેતી ભરેલી ૫ સાદી ટ્રક, ૨૭ મોટા હાઈવા મળી કુલ ૩૨ વાહનોને ગેરકાયદે રીતે રેતી વહન, ઓવરલોડ સહિતના મુદ્દે ૩,૨૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત ગેરકાયદે રોયલ્ટી પાસ વગરના વાહનો પણ ટીમે જપ્ત કર્યા હતાં. અંકલેશ્વરના સજોદ અને બોરભાઠા ગામની સીમમાં ચેકીંગ વેળાં એક સાદી ટ્રક તેમજ ૧૨ હાઈવા મળી ૧૩ વાહનોને કુલ ૩.૫૦ લાખનો દંડ કરાયો હતો. ઉપરાંત ગત ૧૫-૧૬ તારીકે અલગ અલગ સ્થળે ચેકીંગ દરમિયાનરોયલ્ટી પાસ વિનાની તેમજ અન્ય ગેરરીતિ બદલ ૯ વાહનો સીઝ કર્યા હતાં. તેમજ તેમની પાસેથી કુલ ૧૦.૯૯ લાખનો દંડ વસુલ્યો હતો.


Share

Related posts

રાજપીપળા : વડાપ્રધાનનાં કાર્યક્રમ પૂર્વે બી.ટી.પી. નાં કાર્યકરોની પોલીસે કરી અટકાયત…

ProudOfGujarat

નડિયાદ ટ્રેનમાં મુસાફરોના સામાનની ચોરી કરનાર આરોપી ઝડપાયો

ProudOfGujarat

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પંચમહાલ જિલ્લાની કારોબારીની બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!