Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પોલીસ ભરતીમાં આવેલાં ઉમેદવારે મહિલા પીએસઆઈને તમાચા મારી તું કેવી રીતે નોકરી કરે છે જોઈ લઈશ તેવી ધમકીઓ આપી

Share

ભરૂચ પોલીસ હેડક્વાટર્સ ખાતે પોલીસ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે એક ઉમેદવારે તેના કરતાં બે ગણી ઉંમરની મહિલા પીએસઆઈને તમાચા મારી તુ કેવી રીતે નોકરી કરે છે તે હું જોઈ લઈશ તેવી ધમકીઓ આપી ધક્કો મારી ફેંકી દઈ ઈજા પહોંચાડી હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે પોલીસ ભરતીની પરીક્ષા આપવા આવેલાં બારડોલીના ઉમેદવાર વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. ત્યારે ઉમેદવાર બારડોલીના એક પોલીસ જમાદારનો પુત્ર હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ભરૂચ હેડ કવાર્ટર્સના ઓફિસર કવાટર્સમાં રહેતાં અને મુળ સુરતના માંગરોળ તાલુકાના ડુંગરી ગામના વતની એવા મહિલા પીએસઆઈ ઈલાબેન રાહુલ ચાંદ્રા ગત ૨૦મી ફેબ્રુઆરીથી પોલીસ ભરતી ગ્રાઉન્ડમાં ચાલી રહેલી ભરતી પક્રિયામાં ૭૨જ બજાવી રહ્યાં છે. સવારે સાડા ત્રણ વાગ્યાથી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યા સુધી તેઓ ત્યાં ફરજ બજાવતાં હોય છે.દરમિયનમાં સવારે તેઓ ફરજ પર હતાં અને રજીસ્ટ્રેશન કાઉન્ટર પર કામ કરી રહ્યાં હતાં. તે વેળાં સાડા સાતેક વાગ્યાના અરસામાં તેમના રજિસ્ટ્રેશન કાઉન્ટર ટેબલની નજીક આવેલાં મેડિકલ ટીમના તંબુમાંથી ગંદી ગંદી ગાળો બોલવાનો અવાજ આવતો હતો. જેથી તેમણે ત્યાં જતાં એક પુરુષ ઉમેદવાર અપશબ્દો ઉચ્ચારતો હોઈ તેમણે તેને મેડિકલ ટીમમાં યુવતિઓ પણ હોઈ અપશબ્દો ન બોલવા કહેતાં તે અચાનક ઉશ્કેરાઈ ગયો હતો.

Advertisement

તેણે તુ મને કહેવા વાળી કોણ અને તુ કેવી રીતે નોકરી કરે છે તે હું જોઈ લઈશ તેવી ધમકીઓ આપી તેમને તમાચા મારી દીધાં હતાં. જેથી તેમની વચ્ચે તુંતું મેમે થતાં તેણે અચાનક મહિલા પીએસઆઈનો હાથ પકડી ઝટકો મારી તેમને ધક્કો મારી ફેંકી દેતાં તેમને ઈજાઓ થઈ હતી. આસપાસના લોકોએ મહિલા પોલીસને બચાવી હતી. પ્રાથમિક તબક્કે તપાસ કરતાં હુમલો કરનાર ઉમેદવારનું નામ દર્શિત જયદેવ ગઢવી (સહે. સી/૧ ૭૯, કેશર કુંજ રેસીડન્સી, ગાંધીરોડ, બારડોલી, જી. સુરત) હોવાનું તેમજ તેનો કન્ફર્મેશન નંબર ૫૨૩૭૬૪૬૧ હોવાનું જાણવા મળ્યું હતું. મહિલા પીએસઆઈને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. બનાવને પગલે તેમની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ઝઘડિયા : રાજપારડીના સડક ફળિયા વિસ્તારમાંથી હજારોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો, એક બુટલેગર વોન્ટેડ

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં ૩૧ મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરાશે.

ProudOfGujarat

સુરત ઉમરામાં મોર્નિંગ વોકમાં નીકળેલ ડોક્ટરના ફોનની ચીલ ઝડપ કરનાર આરોપીની ધરપકડ કરતી ડિંડોલી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!