Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વોકિંગ કરતાં શખ્સને રસ્તામાં જ બે ગઠિયાઓએ રોકી સોનાની ચેઈન-મોબાઈલ આંચકી ફરાર

Share

 

ભરૂચન ગેઈલ ટાઉનશીપથી ચાવજ ગામની પાછળ આવેલી કેનાલ રોડ પરની ઘટના

Advertisement

। ભરૂચ ।

ભરૂચમાં ગેઈલ ટાઉનશીપ પાસે આવેલી વિશ્વમગ્રીન સોસાયટીમાં રહેતાં બિરેન્દ્ર દુધનાથ સિંઘ બિરલા કોપર કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે ફરજ બજાવે છે. રાત્રીના સાતેક વાગ્યાના અરસામાં તેઓ વોકિંગ કરવા માટે નિકળ્યાં હતા. તેઓ ઘરેથી નિકળી ગેઈલ ટાઉનશીપ શ્રી ચાવજ ગામની પાછળ આવેલાં કેનાલ તરફ જવાના રોડ પર ગયાં હતાં.

થોડીવાર બાદ તેઓ પરત ચાલતા ચાલતા ઘર તરફ આવી રહ્યાં હતાં. તે વેળાં બે જણા સામેથી આવી રહ્યાં હતાં. અરસામાં તેઓ આગળ આવતાં તેઓ બન્નેએ પાછળથી વળાંક લઈ પરત તેમની તરફ આવ્યાં હતાં. તેઓ કાંઈ સમજે તે પહેલાં તે પૈકીના એક શખ્સે પાછળથી આવી તેમના ગળામાંની ચેઈન આંચકી લીધી હતી. અરસામાં બીજા સાગરિતે તેમના હાથમાંનો મોબાઈલ આંચકી લીધો હતો. તેઓ બન્ને અંધારાનો લાભ લઈ ત્યાંથી ભાગી ગયાં હતાં. જોકે, તે પૈકીના એક યુવાને બ્લેક કલરનો જ્યારે બીજાએ સફેદ કલર જેવો શર્ટ પહેર્યો હતો. તેઓ બન્નેની ઉંમર ૨૫થી ૩૦ વર્ષની હોવાનું જણાયું હતું. બનાવને પગલે તેમણે બન્ને ગઠિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

નંદેલાવ ગામે રસોઈયાની હત્યા કરનારા બે પૈકીનો એક આરોપી ૧૦૦ દિવસે પકડાયો

ProudOfGujarat

અંકલેશ્વર : પિરામણ નાકા પાસે આવેલ જુનેદ એપાર્ટમેન્ટનાં મકાનમાં ચોરી…

ProudOfGujarat

ભરૂચ : ગૌ હત્યાનાં ગુનામાં સંડોવાયેલ 3 આરોપીને પાસા એકટ હેઠળ અટકાયત કરતી વેડચ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!