Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝ પર પોલીસનો દરોડો, ₹17.56 લાખનો મુદ્દામાલ જપ્ત

Share

ભરૂચ શહેરમાં ઓરિજિનલ મોબાઈલ એસેસરીઝના નામે ડુપ્લિકેટ માલ વેચાતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એ-ડિવિઝન પોલીસ દ્વારા કરાયેલા દરોડામાં સ્ટેશન રોડ પર આવેલી બે પ્રખ્યાત દુકાનોમાંથી કુલ ₹17.56 લાખની નકલી એસેસરીઝ જપ્ત કરવામાં આવી છે.

મુંબઈ સ્થિત મોબાઈલ કંપનીના કૉપીરાઈટ અધિકારી સુનિલ પૂજારીની હાજરીમાં પોલીસે દુબઈ મોબાઈલ અને A1 મોબાઈલ નામની દુકાનમાં કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

દુબઈ મોબાઈલમાં રેડ દરમિયાન  એમઆઇ, રેડ મી અને પોકો બ્રાન્ડના નામે વેચાતી 1630 સ્ક્રીન પ્રોટેક્ટર, 5 ચાર્જર, 90 લેન્સ પ્રોટેક્ટર અને 30 બેક કવર સહિત કુલ ₹7.12 લાખની ડુપ્લિકેટ એસેસરીઝ મળી આવી હતી. આ મામલે દુકાન સંચાલક સૂફિયાન અબ્દુલ કાદર શેખ સામે કૉપીરાઈટ ભંગનો ગુનો નોંધાયો છે.

ત્યારબાદ પાલિકા વિસ્તાર હેઠળ આવેલી A1 મોબાઈલ દુકાનમાં દરોડા દરમિયાન MI અને POCOના સિમ્બોલવાળી 680 બેક પેનલ, 152 ગ્લાસ, 590 સ્ક્રીન પ્રોટેક્ટર અને 150 ડિસ્પ્લે સહિત કુલ ₹9.94 લાખની નકલી એસેસરીઝ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં દુકાન સંચાલક શ્રવણકુમાર દોલારામ ચૌધરી સામે પણ કૉપીરાઈટ ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા ગ્રાહકોને ચેતવણી આપવામાં આવી છે કે મોબાઈલ એસેસરીઝ ખરીદતી વખતે બિલ તથા પ્રોડક્ટની અસલિયત અંગે ખાતરી કરી ખરીદી કરે. તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.


Share

Related posts

દમણના જાહેર સ્થળો પર દારૂ પીવા-વેચવા પર પ્રતિબંધ..!! જાણો કેમ?

ProudOfGujarat

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ સિવિલ હોસ્પિટલની લીધેલ આકસ્મિક મુલાકાત જાણો શું કહ્યું ?

ProudOfGujarat

વડોદરા-હાલોલ હાઇવે પર એસટી બસની ટક્કરે બાઈક ફંગોળાતા 2 સગા ભાઈ સહિત 3 નાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!