દિનેશભાઇ અડવાણી

ભરૂચ ના ભોલાવ વિસ્તારમાં આવેલ મિપ્કો ચોકડી વિસ્તારના જી.આઈ.ડી.સી કવાટર્સ ખાતે આવેલ જર્જરિત મકાનો અંગે તંત્ર દ્વારા જે તે સમયે સૂચનાઓ આપવામાં આવી હતી.મકાનમાં વસવાટ કરતા કેટલાક રહીશોએ મકાનો ખાલી પણ કર્યા હતા અને નજીક માં અન્ય સ્થાને વસવાટ કરી રહ્યા છે.આજરોજ જર્જરિત મકાનોને ઉતારી લેવા માટે જી.આઈ.ડી.સી તરફ થી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચતા ત્યાંના રહીશો વચ્ચે હોબાળો સર્જાયો હતો અને રહીશોએ કર્મચારીઓને વૈકલ્પિક સુવિધા ઉભી કરી આપ્યા બાદ જ તોડવાની કામગીરી શરૂ કરો તે પ્રકારના સૂચનો કર્યા હતા.કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે જર્જરિત કવાટર્સ તોડવા મુદ્દે થયેલ હોબાળા ના પગલે સી-ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.રહીશો અને જી.આઇ.ડી.સી ના કર્મચારીઓ વચ્ચે વાતચિતનો રસ્તો નીકળતા મામલો શાંત પડ્યો હતો.

LEAVE A REPLY