દિનેશભાઇ અડવાણી

પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો પર થયેલ હુમલાને લઈને સમગ્ર ભારતમાં ડોક્ટરો સરકાર વિરુદ્ધ અને કાયદા વિરુદ્ધ આંદોલન ચલાવી રહ્યા છે.તેના જ ભાગરૂપે આજરોજ અંકલેશ્વર હોમિયોપેથિક મેડિકલ એસોસિયેશન દ્વારા એક મિટિંગનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં અંકલેશ્વરના તમામ ડોક્ટરોએ પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી હતી અને સરકારને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે જો આવી જ રીતના ડોક્ટર પર હુમલા થતા રહેશે તો ડોક્ટરોની સુરક્ષા કેટલી?.ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા જે બંધનું એલાન રાખવામાં આવ્યું હતું તેમાં અંકલેશ્વરના ડોક્ટરોએ પણ તેમના ફેંસલાને આવકારીને સાથ સહકાર આપ્યો હતો અને અંકલેશ્વરમાં પણ અનેક હોસ્પિટલો બંધ રાખવામા આવી હતી.અંકલેશ્વરના ડોક્ટરો દ્વારા સરકાર આ મુદ્દા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને ખરો નિર્ણય લે તેવી માંગણી કરવામાં આવી હતી.આ મિટિંગમાં અંકલેશ્વર હોમિયોપેથીક એસોસિયનના પ્રેસિડેન્ટ અજીતસિંહ વસી તથા ઓમકાર સિંહ ડોડીયા વગેરે ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY