દિનેશભાઇ અડવાણી

ચોમાસાની ઋતુની શરૂઆત થઇ ચૂકી છે પરંતુ આજે પણ ભરૂચ સહિત ગુજરાતના અનેક જિલ્લાના તાલુકાઓમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે કેટલીક જગ્યાઓ ઉપર તો ટેન્કર દ્વારા પાણી સરકાર પહોંચાડી રહી છે.ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરા નગર, શાંતિનગર વિસ્તારોમાં પરપ્રાંતીય નોકરિયાત વર્ગ મોટી સંખ્યામાં વસે છે.જ્યાં પાણીની ભારે સમસ્યા ઉભી થઇ છે અને પીવાના પાણી માટે પડાપડી જોવા મળી રહી છે.પાણીની સમસ્યા એટલી હદે વધી છે કે મહિલાઓએ પાણી માટે પોતાના ઘરથી દૂર જવું પડે છે. લીકેજ પાણીની લાઇનો માંથી કલાકો સુધી માથે તપેલું તેમજ અન્ય સામગ્રી વડે પાણી ભરવા માટે ઉભા રહેવું પડે છે.પોતાના પરિવારની પાણીની જરૂરિયાત પુરી કરવા મહિલાઓ રાત દિવસ એક કરી રહી છે પરંતુ જાડી ચામડીના નેતાઓને પ્રજા પ્રત્યે કરેલા વાયદાઓ ક્યારે પણ પરિપૂર્ણ કરવામાં સફળ નીવડ્યા નથી. ગુજરાત સરકાર ઘર-ઘર સુધી પાણી પહોંચાડયું છે તેવી ડંફાસો મારતા હોય છે પરંતુ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે જે રીતના મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે તે દ્રશ્ય જોતા તો એવું જ લાગી રહ્યું છે કે ગુજરાત સરકાર પ્રજાને પાણી પહોંચાડવા માટે નિષ્ક્રિય સાબિત થઈ રહી છે.

LEAVE A REPLY