Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIA

ટપલી માર્યાની રીશ રાખી છાત્રએ બહારથી ૨ કારમાં સાગરિતોને બોલાવી છાત્રો પર હુમલો કરાતા ચકચાર

Share

 

ભરૂચના તપોવન સંકુલની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના સંકુલમાં બનેલી ઘટના

Advertisement

। ભરૂચ !

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલાં તપોવન સંકુલની શ્રી નર્મદા સંસ્કૃત વૈદ પાઠશાળાના ગૃહપતિ મહેન્દ્ર શાંતીલાલ જોથીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ રાત્રીના સમયે પોતાના રૂમ પર હતાં. તે વેળાં તેની સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ધ્યાન ભટ્ટ તેમની પાસે આવ્યો હતો. તેણે જણાવ્યું હતુ કે, ગુરૂજી આપણી સ્કૂલમાં અભ્યાસ કરતાં ઉત્વસને અજાણ્યા શખ્સો હનુમાન મંદિર પાસે માર મારી રહ્યાં છે. જેથી તેઓ તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. જયાં સ્કુલના કેમ્પસમાં અજાણ્યા શખ્સો બોલાચાલી કરી રહ્યાં હતાં.

જેથી તેમણે ઉત્સવને પુછતાં તેણે જણાવ્યું હતું કે, બપોરના સમયે જમ્યા બાદ તે અને અગમ પાંડે સંકુલમાં રુમમાં જતાં હતાં તે વેળાં દાદર પર ચઢતી વેળાં તેણે અગમ પાંડેને મસ્તીમાં ટપલી મારી હતી. જેના પગલે તેમની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બાદ સાંજના સાતેક વાગ્યે અગમ પાંડેએ તેને જણાવ્યું હતું કે, તારા પર મેસેજ આવશે. આપ પ્રાઉડ ઓફ ગુજરાત ન્યૂઝ પોર્ટલ પર સમાચાર વાંચી રહ્યાં છો.  જે બાદ આઠેક વાગ્યે અજાણ્યા શખસે તેને ફોન કરી તુ અગમ પાંડે સાથે કેમ બોલાચાલી કરે છે કહી તેને અપશબ્દો ઉચ્ચારવા લાગ્યો હતો તેમ તું ક્યાં છે અમે આવીએ છે તેવી ધમકી આપી હતી.બાદમાં રાત્રીના પોણાબાર વાગ્યાના અરસામાં પુન: કોઈ અજાણ્યા શખસે તેને ફોન કરી સંકુલના ગેટની બહાર બોલાવ્યો હતો. જોકે, તેણે બહાર ગયો ન હતો. તે સંકુલમાં આવેલાં હનુમાન મંદિર પાસે આવ્યો હતો.

અરસામાં થાર અને એમજી હેકટર કારમાં આવેલાં પાંચ-છ ઈસમોએ ઉત્સવ કોણ છે પુછતાં ઉત્સવે જવાબ આપતાં તેઓએ લાકડીથી તેના પર હુમલો કરી દીધો હતો. એક સપાટો તેના ખિસ્સામાં મુકેલાં આઈ-ફોનપર વાગતાં તે પણ તુટી ગયો હતો. અરસામાં તેને છોડવાવા તેના મિત્રો જય રાવલ, રાજવીર દવે સહિતના વચ્ચે પડતાં તેમને પણ માર્યો હતો. જેથી ગૃહપતિ મહેન્દ્ર જોષીએ ત્યાં હાજર હુમલાખોરોના નામઠામ પુછતાં તેમના નામ નેવીલભાઈ, મેવાભાઈ કુંભાર. મુકેશ ચૌધરી, કાળાભાઈ મોદી તેમજ નવીન પટેલ (તમામ રહે. અંકલેશ્વર) હોવાનું જણાવ્યું હતું. જે બાદ તેમણે અંદરોઅંદર વાત કરી શૈલેષ નામના શખ્સને વિડીયોકોલ કરી ઉત્સવે માર્યાનું જણાવી ત્યાંથી તેમની થાર અને એમજી હેક્ટર કારમાં બેસી ભાગી ગયાં હતાં. બનાવન પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવેલ SOU સત્તા મંડળ તેમજ ઈકો સેન્સીટીવ ઝોનનો વિરોધ.

ProudOfGujarat

ભરૂચ-વાગરાના ચાંચવેલ ગામ નજીક ની સીમમાં ઝાડ પર યુવક,યુવતીની લટકતી હાલતમાં લાશ મળતા ચકચાર…

ProudOfGujarat

લાંબા અંતરની ટ્રેનોમાં વિદેશી દારૂની થતી હેરાફેરીનો પર્દાફાશ.પશ્ચિમ એક્સપ્રેસમાં વિદેશી દારૂ લવાતો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!