Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શ્રી ક્રિષ્ના વિદ્યાલય, ઝંખવાવમાં 10મો વાર્ષિક મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

Share

“Decades of Dreams” થીમ હેઠળ દશક પૂર્ણતાની ગૌરવસભર ઉજવણી

વાંકલ તાલુકાના ઝંખવાવ ખાતે સ્થિત શ્રી ક્રિષ્ના વિદ્યાલયમાં 10મો વાર્ષિક મહોત્સવ “Decades of Dreams” થીમ સાથે ઉત્સાહભેર અને ભવ્ય રીતે યોજાયો હતો. દશક પૂર્ણ કરનાર સંસ્થાએ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ સાથે પોતાની સફરને ગૌરવપૂર્વક ઉજવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

Advertisement

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હર્ષદભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વિશિષ્ટ મહેમાનો તરીકે મયુરભાઈ વેકરિયા, સ્નેહલભાઈ અને રવિકાન્ત ભાટિયાએ હાજરી આપી પ્રસંગને ગૌરવ આપ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ દીપચંદભાઈ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

શાળા સંચાલક નવીનચંદ્ર ખત્રીએ સંસ્થાની છેલ્લા 10 વર્ષોની વિકાસયાત્રા, નોંધપાત્ર ઉપલબ્ધિઓ અને ભવિષ્યના વિઝન અંગે માર્ગદર્શન આપ્યું હતું. ટ્રસ્ટી વિમલા મેમએ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ સાથે ઉત્તમ સંસ્કારો અપનાવી જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય-નાટિકાઓ અને પ્રેરણાદાયી રજૂઆતોને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓએ ગરમાગરમ તાળીઓથી વધાવી લીધા હતા. વાલીઓની મોટી સંખ્યામાં હાજરીથી સમગ્ર વાતાવરણ ઉત્સાહમય બની ગયું હતું.

દશકોત્સવ માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ સંસ્થાની સપનાઓને સાકાર કરવાની યાત્રાનો ગૌરવપૂર્ણ પડાવ સાબિત થયો. ભવિષ્યમાં પણ સંસ્થા શિક્ષણક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરશે તેવી શુભેચ્છાઓ મહેમાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.


Share

Related posts

ભરૂચ : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતાં આયોજનબદ્ધ રીતે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળે આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ UPL-1 કંપનીમાં સફળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!