Proud of Gujarat
INDIAFeaturedGujarat

તિલકવાડા તાલુકાનાં બુજેઠા ગામે જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા.

Share

તિલકવાડા તાલુકાના બૂજેઠા ગામે જુગાર રમતા 6 ઈસમો ઝડપાતાં તિલકવાડા પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ફરિયાદી અહેકો જીતેન્દ્રભાઈ જવાહરભાઈ તિલકવાડા પોલીસે આરોપી વિક્રમભાઈ મોહનભાઈ વણકર, સુધીરભાઈ સનાભાઇ વસાવા બંને (રહે, નવીનગરી,બુજેઠા) હર્ષદભાઈ વિઠ્ઠલભાઈ વણકર (રહે,લીમપુરા ) રમણભાઈ મોહનભાઇ પરમાર, સંજયભાઈ જશવંતભાઈ વણકર, સંજયસિંહ ગંભીરસિંહ કોઠીયા ત્રણેય (રહે, બૂજેઠા) સામે ફરિયાદ કરી છે.

તિલકવાડા તાલુકાના બૂજેઠા ગામની સીમમાં આવેલ કોતરમાં ઝાડી ઝાખરમાં જાહેરમાં પત્તાપાનાનો વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા રેડ દરમિયાન તમામ આરોપીઓ પકડાઈ ગયા હતા. તેમની અંગજડતીમાંથી રોકડા રૂ. 4820/- તથા દાવ પરના રોકડા રૂ.1200/- મળી કુલ રોકડા રૂ.6020/- તથા પત્તાપાના, સફેદ કલરનું મીણીયા કોથળીનું પાથરણું મળી આવેલ અને પકડાઈ ગયેલ તેમની વિરુદ્ધ જુગારધારા કલમ 12 મુજબ તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી માસ્ક વગર જુગાર રમતાં પકડાઈ જતા પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

સાયખા–વિલાયત જીઆઈડીસી પર પ્રદૂષણના ગંભીર આક્ષેપ: ભૂખી ખાડીમાં ઝેરી પાણી છોડતા માછલીઓના મોત, ખેડૂતોમાં રોષ

ProudOfGujarat

જંબુસર ધારાસભ્યને મળેલી ટેલિફોનિક ધમકીને જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વખોડવામાં આવી.

ProudOfGujarat

સંસ્કાર વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓએ વિશ્વ કલા દિવસે શાળાની દિવાલો પર અદભૂત ચિત્રો દોર્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!