Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા ખાતે રૂ. 71 કરોડનાં ખર્ચે રાજપીપળામાં પોઇચા ફોરલેન રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું.

Share

– રસ્તો ગુણવત્તાવાળો ટકાઉ બને તેવી કોન્ટ્રાક્ટરને સાંસદ મનસુખ વસાવાની ચીમકી, કોન્ટ્રાક્ટર કંપની એ જો ગુણવત્તા વિહીન કામ કર્યું તો તેની ખેર નથી.

– 13 કિમી ડામર રોડ અને રાજપીપળામાં 3 કી.મી આર.સી.સી.રોડ 24 મહિનામાં પૂર્ણ થશે.

Advertisement

– રોડને નડતરરૂપ દબાણોમાં જાહેર દુકાનો, ઘર, ઓટલા, માંડવા, ચણતરો તૂટવાની શક્યતાથી દબાણકારોમાં ફફડાટ.

રૂ. 71 કરોડના ખર્ચે રાજપીપળા પોઇચા ફોરલેન રસ્તાનું ખાતમુહૂર્ત સાંસદ મનસુખ વસાવા, સંસદ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં હાલ પોઇચાથી રાજપીપળાનો 16 કિમીનો રોડ બની રહ્યો છે. જેનું મહાવિદ્યાલય રોડ રાજપીપળા ખાતે સાંસદ મનસુખ વસાવા, સંસદ ગીતાબેન રાઠવા, ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ, શહેર મંત્રી રાજેશભાઈ પટેલ, કમલેશ પટેલ એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત આગેવાનો માર્ગ અને મકાન વિભાગના ઇજનેર આઇ.વી. પટેલ, બી.અ.પાડવી સહિત શિવાલય ઇફોપ્રોજેક્ટસ પરના કર્મચારીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું હતું. હાજર બ્રાહ્મણો દ્વારા પૂજન કરી વિધિવત આ મુખ્ય રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે રાજપીપળા વડોદરા, કેવડીયાને જોડતો આવ મુખ્ય રસ્તો છે. જે મજબૂત ટકાઉ બનાવવાનો છે. જેમાં કોઈપણ ગોલમાલ નહીં ચાલે અમારા આગેવાનોની સતત નજર રહેશે. કોઈ ભ્રષ્ટાચાર નહીં થાય તેમ જણાવ્યું હતું. જ્યારે સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે વિશ્વના માર્ગો જોડાયા છે અને હજુ બાકીના જોડાશે નર્મદા જિલ્લો ખરેખર નસીબદાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંને સાંસદોની ટકોર વચ્ચે હવે કોન્ટ્રાક્ટર કંપનીએ જુઓ ગુણવત્તા વિહીન કામ કર્યું તો તેની ખેર નથી 30 નવેમ્બર 2022 સુધીમાં પૂર્ણ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ 16 કિ.મીના રોડમાં રાજપીપળા શહેરમાં 3 કિમી રસ્તો જે આરસીસી બનવાનો છે. તેમાં રોડની આજુબાજુ આવેલા પાછળ તો ઓટલા ગેરકાયદે દબાણો કરી દેવાયા છે. જે તોડવા પડશે જ્યારે ડીમોલેશન થશે ત્યારે જેમાં ઘર્ષણ થવાની પણ શક્યતાઓ છે. કેમ કે ઘણા રસ્તો રાજપીપળાની મધ્યમાં થઈને જતો હોય જાહેર દુકાનો, ઘર, ઓટલા, માંડવા, ચણતરો તૂટવાની શક્યતા છે. અગાઉ પણ કલેક્ટરે પ્લાન કરી દબાણવાળા લાલ નિશાના કરેલા પણ આજદિન દબાણો હટાવાયા નથી પણ ઊલટાના ક્રમશઃ વધી ગયા છે ત્યારે કોઇની પણ સહેજ શરમ રાખ્યા વગર રસ્તાને નડતા દબાણ વિના સંકોચે કે કોઈ પણ રાજકીય દબાણમાં આધ્યા વગર દબાણો દૂર કરવાની પણ માંગ ઉઠી હતી. જોકે રોડને નડતરરૂપ દબાણોમાં જાહેર દુકાનો, ઘર, ઓટલા, માંડવા, ચણતરો તૂટવાની શક્યતાથી દબાણકારોમાં ફફડાટની ફેલાયો છે.

જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

અનુષ્કા-વરૂણે અમદાવાદમાં ચલાવી સાઇકલ, સેલ્ફી માટે ચાહકોની પડાપડી…

ProudOfGujarat

ગરૂડેશ્વરના ચિચડિયા ગામે સગા ભાઈની હત્યાના કેસમાં બહેનને 7 વર્ષની સખદ કેદની સજા.

ProudOfGujarat

દહેજ-ઘોઘા રો-રો ફેરીમાં વાહનો પણ કરશે દરિયાઈ સફર, નવી સ્ટીમરની અંદરની તસવીરો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!