Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : મોવી, દેડીયાપાડા સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનોની અવરજવર તા. ૩૦ મી જુન સુધી બંધ.

Share

નર્મદાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વ્યાસને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલક-૩૩-(૧) (બી) તથા વંચાણ-૨ થી મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા મોવી, દેડીયાપાડા સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનો (ટ્રક, મલ્ટી એક્સેલ તથા હેવી કોમર્શીયલ વાહનો) ની અવરજવર તા.૩૦/૦૬/૨૦૨૧ સુધી બંધ રાખવા તથા રાજપીપલાથી દેડીયાપાડા વચ્ચે મુસાફરી કરતા ભારે વાહનોએ રાજપીપલા-નેત્રંગ-દેડીયાપાડા રસ્તાનો ઉપયોગ કરવા ફરમાવેલ છે. આ જાહેરનામાની અમલવારી તા.૧૫/૦૪/૨૦૨૧ થી તા.૩૦/૦૬/૨૦૨૧ સુધી કરવાની રહેશે.

અપવાદરૂપ કિસ્સામાં ભારે વાહનોમાં સરકારી બસ (ST બસ) સેવાને મુક્તિ આપવા ફરમાવેલ છે. સરકારી બસને આ જાહેરનામા અન્વયે પ્રતિબંધ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં હોવાનું જણાવ્યું છે.

Advertisement

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સારું…મેં કંઈક નવું કરવાનો પ્રયાસ કર્યો”: દિલજીત દોસાંઝની “કુફર” માં મિસ વર્લ્ડ માનુષી છિલ્લરનો ઉબર-સેક્સી લુક અમને સંપૂર્ણપણે ઉત્સાહિત કરી રહ્યો છે

ProudOfGujarat

ભરૂચ : વાલીયા તાલુકાનાં ભમાડીયા ગામની કન્યા છાત્રાલયનું રિનોવેશન કરવા ઝેડ.સી.એલ કંપની દ્વારા ભૂમિપૂજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ વાલિયાનાં કરા ગામ ખાતે એક મકાનમાંથી લાખોની કિંમતના સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થતા ચકચાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!