Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ ના ઝંખવાવ હદ વિસ્તારનો પોલીસની હાજરીમા દારૂની મહેફિલ નો વિડિઓ સોસીયલ મીડિયામાં થયો વાયરલ

Share

વાંકલ :: માંગરોળ તાલુકાના ઝંખવાવ પોલીસ મથક હ્દનો વિડીઓ સોસીયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વાયરલ થયેલો વિડિઓ માં વિક્રમ ચૌધરી અને દિપક ચૌધરી GRD જવાનો વર્દીમાં નજરે પડે છે.આ દ્રશ્યો ઝંખવાવ પોલીસ મથક ની હદમાં આવેલા ઢાભા પરના હોવાનું જણાય રહ્યું છે. કાયદાના રક્ષકો ની હાજરીમા દારૂ નું સેવન થઈ રહ્યું છે. આ મહેફિલનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થતાં ઝંખવાવ પોલીસ મથકના પીઆઈ કે એ જાડેજા ની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. લોકોમાં ચર્ચા ચાલી રહી છેકે પી આઈ તેમના પોલીસ મથક પરની પકડ ઢીલી પડી રહી છે. જેના કારણે તેમના તાબા હેઠળના કર્મચારીઓ બેફામ બન્યા છે.એક તરફ રાજ્ય સરકાર દારૂબંધી ના કડક અમલની વાતો કરી રહી છે. ત્યારે ઝંખવાવ જેવા વિસ્તારોમાં પોલીસની રહેમનજર હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિ ઓ ચાલતી હોવાનું લાગી રહ્યું છે.સોસીયલ મીડિયા માં વિડિઓ વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થતાજ GRD જવાનોને તાત્કાલિક અસર થઈ છુટા કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ૨૪ કલાકમાં ડામરનો રોડ ઉખડી જતા સ્થાનિકોમાં ભારે રોષ…..

ProudOfGujarat

ઝઘડીયા પંથકમાં ઘરફોડ ચોરોનો આતંક : નગર તથા જીઆઇડીસીમાં તસ્કરોનો હાથફેરો.

ProudOfGujarat

નેત્રંગના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!