Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સ્પા સેન્ટરની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ : એએચટિયુની ટીમનો દરોડો, ત્રણ યુવતીઓ મુક્ત

Share

ભરૂચ
ભરૂચ શહેરના સ્ટેશન રોડ જેવા વ્યસ્ત વિસ્તારમાં સ્પા અને મસાજ પાર્લરના ઓઠા હેઠળ ચાલતા દેહવ્યાપારના રેકેટનો ભાંડો ફૂટ્યો છે. ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ ગુપ્ત બાતમીના આધારે સુપર માર્કેટ પાછળ આવેલા આંબેડકર શોપિંગ સેન્ટરના પ્રથમ માળે કાર્યરત “પીપી થાઈ સ્પા” પર આયોજનબદ્ધ દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમે અગાઉથી જાળ ગોઠવી ડમી ગ્રાહકને સ્પા સેન્ટરમાં મોકલ્યો હતો. તપાસ દરમિયાન મસાજની આડમાં અનૈતિક દેહવ્યાપાર ચાલતો હોવાની પુષ્ટિ થતાં જ પોલીસ દળે તાત્કાલિક રેડ કરી સ્થળ પરથી બે સંડોવાયેલા શખ્સોને કાબૂમાં લીધા હતા. સાથે જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ફસાયેલી ત્રણ યુવતીઓને મુક્ત કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવી હતી.
કાર્યવાહી દરમ્યાન સ્પાના મેનેજર તનવીર મનાન શેખ અને સમીર અહમદ ફઝલુર રહેમાનની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત સ્પાના માલિક અફરોઝ શેખ, સીમા ઉર્ફે શના શેખ તેમજ દુકાનના માલિક સામે પણ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી અંદાજે ₹73,700ની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share

Related posts

મોજ શોખ માટે મોટરસાયકલ ની ઉઠાંતરી કરતા બે ઇસમોને ચોરીની ત્રણ મોટરસાયકલ સાથે ભરૂચ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી……

ProudOfGujarat

સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે નર્મદા મહાઆરતી વેબસાઇટનું મુખ્યમંત્રીએ કર્યુ ઇ-લોકાર્પણ.

ProudOfGujarat

લીલીયા તથા સાવ૨કુંડલા વિસ્તારમાંથી ત્રણ બોગસ ડોક્ટરોને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!