Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ ઉભી રાખી નર્મદા નદીમાં ચુંદડી ચઢાવી પરત આવનાર યુવાનનું કારની ટક્કરે મોત

Share

 

મુંબઈના શ્રદ્ધાળુંઓ લક્ઝરી બસમાં નવસારી ખાતે જૈન દેરાસરની પ્રતિષ્ઠાના પ્રસંગમાં પતાવી પરત જતાં હતાં

Advertisement

ભરૂચ.

અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતાં તેજેન્દ્ર અરુણ દત્ત અમદાવાદના કથવાડા ખાતેની જીનલ ટ્રાવેલર્સની બસ ભાડે કરી તેમની સોસાયટીના તેમજ અન્ય આજુબાજુના લોકો સાથે નવસારી ખાતે જૈન દેરાસરની પ્રતિષ્ઠા હોઈ ત્યાં ગયાં હતાં. રાત્રીના એકાદ વાગ્યે બસમાં બેસી તેઓ સવારે નવસારીના શાંતાદેવી રોડ  ભક્તાસર આશ્રમ રોડ કાસા બંગ્લા ખાતે જૈન દેરસારના પ્રતિષ્ઠા ઉત્સવમાં પહોંચ્યાં હતાં. જ્યાં પ્રતિષ્ઠાનો પ્રસંગ પુર્ણ થયાં બાદ તેઓ બપોરના અઢી વાગ્યાના અરસામાં તેઓ તેમની બસમાં બેસીને અમદવાદ પરત જવા નિકળ્યાં હતાં.

દરમિયાનમાં નવા દિલ્હી મુંબઈ એકસપ્રેસ વે પરથી પસાર થતાં સમયે નર્મદ નદી પર આવેલાં બીજ પર લક્ઝરી બસના ડ્રાઈવર નરેન્દ્ર ઉર્ફે નાનજીએ બસ ઉભી રાખી હતી. તેમના ૧૬ વર્ષના પુત્ર અતુલે બસમાંથી ઉતરી નર્મદા નદીમાં પધરાવવા માટેની ચુંદડી લઈને નીચે ઉપર્યો હતો. તેણે નદીમાં ચુંદડી અર્પણ કર્યા બાદ પરત બસ તરફ આવી તેના બહારથી જ ડ્રાઈવર સાઈડે તના પિતા પાસે આવતાં એક કાર ચાલકે પુરઝડપે ધસી આવી તેમના પુત્રને અડફેટે લેઈ ત્યાંથી નાસી છૂટ્યો હતો. તમામે નીચે ઉતરી જોતાં તેમના પુત્ર અતુલને ગંભીર ઈજાઓ થયેલી જણાઈ હતી. તેમણે એક અન્ય કારના ચાલકની મદદથી ઈજાગ્રસ્ત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જ્યાં તેનું મોત થયાનું તબીબે જણાવ્યું હતું. બનાવને પગલે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુસાફરોને મંજીલે છોડી મૃતકના પિતા પરત આવ્યાં  

અમદાવાદથી જૈન દેરાસરની પ્રતિષ્ઠા મહોત્સવ માટે શ્રદ્ધાળુંઓને લઈને લક્ઝરી બસના ડ્રાઈવર નરેન્દ્ર ઉર્ફે નાનજી પટેલ નવસારી ગયાં હતાં. પરત ફરતી વેળાં ભરૂચના નર્મદા નદી પરના બીજ પરથી પસાર થતાં સમયે તેમના પુત્રનો અકસ્માત થતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમ છતાં ડ્રાઈવર નરેન્દ્રભાઈએ જવાબદારીના ભાગરુપે તેમના મુસાફરોએ અમદાવાદ છોડી આવી બાદમાં તેઓ પરત ભરૂચ આવ્યાં હતાં.


Share

Related posts

કેરળમાં 19 વર્ષીય મૉડલ સાથે ચાલતી કારમાં દુષ્કર્મ, પોલીસે કરી નરાધમોની ધરપકડ.

ProudOfGujarat

ભડકોદરા ગામની ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો, બે તામિલનાડુના આરોપીઓ ઝડપાયા

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની યોજાનારી પૂરક પરીક્ષાઓનું જાહેરનામું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!