Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં એક શખ્સના ઘરના વાડામાં ચાલતી જુગારની મહેફીલ પર દરોડો: રોકડા ૪૦ હજાર, ૫ મોબાઈલ જપ્ત

Share

 

પોલીસ રમજાન મહિનાને લઈને પેટ્રોલિંગમાં હતીને બાતમી મળી, ૧૨ ઝડપાયાં એક ફરાર

Advertisement

 

ભરૂચ.

 

ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાલમાં ચાલી રહેલાં રમજાન મહિનાને લઈને લઈને વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાનમાં ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના ઉંડાઈ વિસ્તારમાં રહેતો સોયેબ શેખ વેજલપુર ડુંગાજી સ્કૂલ પાસે આવેલાં ગુલામહુસેન ઐયુબ મુલતાનીના ઘરની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાંક લોકોને બોલાવીને જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગારિયાઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, પોલીસે ૧૨ જુગારિયાઓને ઝડપી પાડયાં હતાં.

પોલીસે પુછપરછ કરતાં તેમના નામ સલીમ હુસેન શેખ, નુર મોહંમદ અબ્દુલ અહદ શેખ, ઈકબાલ અલી પટેલ, જમીલ શબ્બીર શેખ, મોહમુદતુફેલ મોહંમદયુનુસ શેખ, મોહંમદકૈક અબ્દુલ કાદર શેખ, ઐયુબ વલી પટેલ, મુસરાન મોહંમદ હનીફ શેખ, લુકમાન સિદ્દીક અડાવાલા, વલીદ અસ્લમ જમાલ મિરાસી, ગુલામહુસેન ઐયુબ મુલતાની તેમજ અબ્દુલ રફીક અબ્દુલ અજીજ શેખ હોવાનું માલુમ પડયું હતું. ટીમે તેમની અંગઝડતીમાંથી ૩૩,૨૫૦ તેમજ દાવ પર લાગેલાં ૬૯૦૦ મળી કુલ ૪૦ હજાર રૂપિયા રોકડા તેમજ ૨૮ હજારની મત્તાના પાંચ મોબાઈલ મળી કુલ ૬૮ હજારથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે જુગારિયાઓની ઉલટ તપાસ કરી તેમને જુગાર કોણ લગાવતો હતો તેની વિગતો પુછતાં તેમણે તમામે જણાવ્યું હતું કે, શહના ઉડાઈ વિસ્તારમાં રહેતો સોયેબ શેખ તેમને જુગાર રમાડવા માટે એકત્ર કરતો હતો. તે સ્થળ પર ન હોઈ ટીમે તેને વોન્ટેડ જાહેર કરી તમામ ૧૩ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

વરસાદી મહૌલનાં પગલે અંક્લેશ્વરમાં દર્દીઓ વધ્યાં…

ProudOfGujarat

ભરૂચ : કોરોનાને પગલે મોત પામેલનાં રઝળતા મૃતદેહને અંતિમક્રિયા અંગે ઠેર ઠેર લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો.

ProudOfGujarat

બરોડા બીએનપી પારિબા મલ્ટીકેપ ફંડે 22મી વર્ષગાંઠ મનાવી, રૂ. 2,900 કરોડની એયુએમનો માઇલસ્ટોન વટાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!