Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં મહિલાનું અપહરણ અને છેડતીના ગુનામાં બે આરોપીને પોલીસે દબોચ્યાં

Share

 

ભરૂચ: દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાના અપહરણ તેમજ છેડતીના ગંભીર ગુનામાં દહેજ પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Advertisement

માહિતી મુજબ દહેજ પોલીસ મથક વિસ્તારમાં રહેતાં ફરિયાદીનો પરિવારજનો તા. 11 માર્ચ 2026ની રાત્રે સાથે સુઈ ગયા બાદ તેમની પુત્રીને ખેંચ આવ્યાં બાદ તે સુઇ ગઇ હતી. ખેંચ આવવાને કારણે તે અસ્થીર મનસ્થિતિ ધરાવતી હોવાને કારણે રાત્રિના સમયે કોઈને જાણ કર્યા વગર ઘરનો દરવાજો ખોલી બહાર રસ્તા પર એકલી ચાલતા નીકળી ગઈ હતી. તે દરમિયાન બે અજાણ્યા ઇસમોએ બાઈક પર આવી મહિલાને ઘરે મુકવાની લાલચ આપી બાઈક પર બેસાડી દહેજ GIDC વિસ્તારમાં લઈ ગયા હતા.

અહીં ચાલતી બાઈક પર જ આરોપીઓએ મહિલાની સાથે શારીરિક અડપલા કરી છેડતી કરી અને બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન બાઈક સ્લીપ થતા ત્રણેય નીચે પડી જતા તેમને ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ બંને આરોપીઓ મહિલાને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા હતા. બાદમાં દહેજ GIDC વિસ્તારમાં એક કંપનીના ગેટ પાસે ઇજાગ્રસ્ત હાલતમાં મહિલાને જોતા લોકો દ્વારા તેના પરિવારને જાણ કરવામાં આવી હતી.

આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ઝાલા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે અલગ-અલગ સ્થળોના CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ભરૂચ-દહેજ હાઇવે પર સુવા ચોકડી નજીકથી બંને આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. પ્રાથમિક પુછપરછમાં તેમના નામ સૌરભસિંહ કૃષ્ણ બહાદુરસિંહ તેમજ મુકેશ રાજેન્દ્ર યાદવ ( બન્ને રહે હાલ જોલવા, તાલુકો વાગરા, જી. ભરૂચ – મૂળ રહે. ઉત્તર પ્રદેશ) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ઝાલા, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી. સિસોદિયા તથા દહેજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ટીમવર્કથી પાર પાડવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.


Share

Related posts

છોટાઉદેપુર : જુની બોડેલીમાં દબાણનાં પ્રશ્ને જમીન માલિક કપડા કાઢીને રોડ પર ઉતર્યા.

ProudOfGujarat

અંકલેશ્વર નવી દીવા અને કોસમડી ગામ ખાતે થી ઈંગ્લીશ દારૂ જથ્થો ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

ભારે કરી : ભરૂચમાં ઇમરજન્સી સર્વિસીસ માટે નિયુક્ત ફાયર બ્રિગેડના કર્મચારીઓને રખડતા પશુઓ હાંકવાના કામે લગાડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!