Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર પાસે આરટીઓ અધિકારીઓ પર બસ ચઢાવવાનો પ્રયાસ, ચાલક ફરાર

Share

 

વાલિયા ચોકડીથી ખરોડ બ્રિજ સુધી પીછો, બસ બિનવારસી હાલતમાં મળી

Advertisement

ભરૂચ:

અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક આરટીઓ અધિકારીઓએ લક્ઝરી બસને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે અધિકારીઓ પર બસ ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, આરટીઓની ટીમ વાલિયા ચોકડી અને ધામરોડ પાટિયા વચ્ચે મોબાઈલ એપ મારફતે વાહનોના ટેક્સનું ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન વડોદરા તરફથી સુરત-મુંબઈ તરફ જતી એક લક્ઝરી બસમાં ટેકનિકલ ખામી જણાતા તેને ઊભી રાખવાનો ઈશારો કરાયો હતો.

પરંતુ બસ ચાલકે બસ ઊભી રાખવાને બદલે આરટીઓની ગાડી સાથે ટક્કર મારવાનો તેમજ અધિકારીઓ પર બસ ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈ આરટીઓ અધિકારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

માહિતી મળતાં 112 ઇમર્જન્સી સેવાની ટીમ અને પાનોલી પોલીસ સતર્ક બની ખરોડ-પાનોલી બ્રિજ વિસ્તારમાં પહોંચી હતી. આરટીઓની ટીમે બસનો પીછો કરતા ચાલકે બ્રિજ નીચેના એપ્રોચ રોડ તરફ બસ ભગાડી હતી.

પોલીસ અને આરટીઓની ઘેરાબંધી જોઈ ચાલક બસને ખરોડ બ્રિજ નજીક બિનવારસી હાલતમાં મૂકી અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે ફરાર થઈ ગયો હતો.

આરટીઓ ટીમે સ્થળ પર પહોંચી મુસાફરો સાથે બસને કબજે લઈ કચેરી ખાતે ખસેડી હતી. બસના રજિસ્ટ્રેશન નંબરના આધારે માલિકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

સરકારી કેમેરામાં થયેલા રેકોર્ડિંગના આધારે રફ ડ્રાઇવિંગ, ફરજમાં રૂકાવટ અને ટેક્સ ચોરી જેવા ગુનાઓ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આરટીઓ અધિકારીઓએ જણાવ્યું હતું કે બસ રોકવાના ઈશારા છતાં ચાલક વિડિયો બનાવી મજાક કરી રહ્યો હતો અને અત્યંત જોખમી રીતે વાહન હંકારતો હતો. એક કાર સાથે પણ ટક્કર થતા બચી ગઈ હતી અને આરટીઓની ગાડી પર અનેક વાર બસ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે અને ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


Share

Related posts

આગામી ૨૨-૨૫ ફેબ્રુઆરી દરમ્યાન ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ (બીટીઇટી) ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા એથલેટિક મિટ અને હાફ મેરેથન નું આયોજન

ProudOfGujarat

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી શાખા દ્વારા ચુંટણી કાર્ડ વેરિફીકેકેશન કાર્યક્રમ: નું આયોજન કરાયું.

ProudOfGujarat

વલસાડ એલ.સી.બી. એ રૂ. 12.79 લાખનાં દારૂ સાથે એક ઇસમને પકડી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!