Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર: આઈ ખેડૂત પોર્ટલ પર સહાય યોજનાઓ માટે ઓનલાઇન અરજી શરૂ

Share

ભરૂચ :
ભરૂચ જિલ્લાના ખેડૂતો હવે ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે iKhedut Portal પર ઓનલાઇન અરજી કરી શકશે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે આ પોર્ટલ તા. ૨૭ માર્ચથી ૨૬ એપ્રિલ સુધી ખુલ્લું રહેશે.

ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ ૪૨ ઘટકો હેઠળ સહાય આપવામાં આવી રહી છે, જેમાં કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો અને પ્લાઉના તમામ પ્રકારો, પાવર ટીલર, તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ ગોડાઉન, માલ વાહક વાહન, પમ્પ સેટ્સ, પાક સંરક્ષણ સાધનો તેમજ સ્માર્ટફોન ખરીદી પર સહાય જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

Advertisement

આઈ ખેડૂત પોર્ટલ પર નોંધાયેલા તેમજ નવા ખેડૂતો માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે. ખેડૂતો આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર મળતા OTP દ્વારા અથવા બાયોમેટ્રિક પદ્ધતિથી પોતાની ઓળખ પુષ્ટિ કરી શકશે.

આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કર્યા બાદ ખેડૂતોએ પસંદગીના ઘટક માટે જરૂરી વિગતો ભરીને ઓનલાઇન અરજી કરવાની રહેશે.

જિલ્લા ખેતીવાડી અધિકારી, ભરૂચે જણાવ્યું હતું કે, જે ખેડૂતો આ સહાય યોજનાઓનો લાભ લેવા ઇચ્છે છે તેઓએ સમયમર્યાદામાં પોર્ટલ પર નોંધણી કરી અરજી કરવાની રહેશે.


Share

Related posts

મોબાઈલ સ્નેચિંગ કરતાં બે શખ્સને ઝડપી પાડતી અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ.

ProudOfGujarat

ભરૂચ – નર્મદા ચોકડી પાર્કિંગમાંથી ચોરાયેલ મોટરસાઇકલ અંગે એલ.સી.બી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અને મોટરસાઈકલ ઝડપી પાડી

ProudOfGujarat

દેડિયાપાડા અને સાગબારા તાલુકાના લાભાર્થીઓને આદેશપત્રો અને અધિકારપત્રોનું કરાયું વિતરણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!