Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ: ભારતનું કેમિકલ કેપિટલ બની ઉભરતું ઔદ્યોગિક હબ, VGRCથી વૈશ્વિક તકનો માર્ગ

Share

ભરૂચ :
ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતો ભરૂચ જિલ્લો આજે દેશના અગ્રણી કેમિકલ અને પેટ્રોકેમિકલ હબ તરીકે ઓળખ મેળવી રહ્યો છે. અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ, સાયખા અને વિલાયત જેવા ઔદ્યોગિક ક્લસ્ટર્સના કારણે ભરૂચ “ભારતનું કેમિકલ કેપિટલ” તરીકે પ્રસ્થાપિત થયું છે.

જિલ્લામાં કુલ આશરે 1394 નાના-મોટા ઉદ્યોગો કાર્યરત છે, જેમાંથી 45% થી વધુ કેમિકલ યુનિટો છે. આ ઉદ્યોગો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લગભગ 2 લાખ લોકોને રોજગારી મળી રહી છે, જે ભરૂચને રાજ્યના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોમાં સ્થાન અપાવે છે.

Advertisement

ભરૂચ જિલ્લો કેમિકલ નિકાસ ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે. જિલ્લામાંથી ઉત્પાદિત માલ અમેરિકા, બ્રાઝિલ, જાપાન, નેધરલેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં નિકાસ થાય છે. અંદાજે USD 986 મિલિયનથી વધુ નિકાસ અને રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર ફાળાના કારણે ભરૂચ દેશના આર્થિક વિકાસમાં “ગ્રોથ એન્જિન” તરીકે ઉભરી આવ્યો છે.

આ ઉદ્યોગ વિકાસને વધુ ગતિ આપવા માટે Vibrant Gujarat Regional Conference 2026 (VGRC) દક્ષિણ ગુજરાતનું આયોજન સુરત ખાતે થવા જઈ રહ્યું છે. આ મંચ ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને નીતિનિર્માતાઓને એકત્રિત કરીને વૈશ્વિક ભાગીદારી અને રોકાણ માટે નવી તકો ઉભી કરશે.

VGRC અંતર્ગત કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર માટે વિશેષ સત્રો, સ્ટાર્ટઅપ પિચ, ઇનોવેશન ડાયલોગ્સ અને રોકાણ સંમેલનો યોજાશે, જે ભરૂચના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધારવામાં મદદરૂપ બનશે.

ઉદ્યોગ વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP), ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) સિસ્ટમ અને હવા પ્રદૂષણ નિયંત્રણ માટે આધુનિક મશીનરી અમલમાં છે, જે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે.

સરકારની અનુકૂળ નીતિઓ, સબસિડી, સરળ જમીન ફાળવણી અને ડિજિટલ સિંગલ વિન્ડો સિસ્ટમ જેવી સુવિધાઓના કારણે ઉદ્યોગ સ્થાપન અને વિસ્તરણ વધુ સરળ બન્યું છે. સાથે જ PCPIR (પેટ્રોલિયમ, કેમિકલ અને પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન) જેવા મહત્ત્વના પ્રોજેક્ટ્સ ભવિષ્યમાં મોટા પાયે રોકાણ આકર્ષશે.

આ તમામ પરિબળોના કારણે ભરૂચ જિલ્લો હવે માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત માટે ઔદ્યોગિક વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યો છે અને વૈશ્વિક ઉદ્યોગ નકશામાં મજબૂત સ્થાન બનાવી રહ્યો છે.


Share

Related posts

આમોદના પૌરાણિક ગણેશ મંદિરે ગણેશ ચતુર્થીનીભકિતમય માહોલમાં ધામધૂમથી ઉજવણી

ProudOfGujarat

આગામી 24 કલાકમાં શાહીન વાવઝોડાનો ગુજરાતને ખતરો : જાણો શું છે ભરૂચ નજીકના દહેજ બંદરની સ્થિતિ.

ProudOfGujarat

શીતલ સર્કલથી ભોલાવ ઓવર બ્રિજ સુધી તેમજ શીતલ સર્કલથી કસક સુધીનો વિસ્‍તાર ‘નો પાર્કિંગ ઝોન’

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!