Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ગામે પોલીસ અધિકારી અને સૈનિક ફૌજી તરીકે ફરજ બજાવી વય નિવૃત થયેલા કર્મચારીઓનો સન્માન સમારંભ યોજાયો…

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે આવેલ પાનેશ્વર દૂધ મંડળી ખાતે રાષ્ટ્ર સેવામાં મહત્વનું યોગદાન આપી સરકારી નોકરીમાં ફરજ બજાવી વય નિવૃત થયેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સૈનિક ફૌજીઓનો સન્માન સમારંભ યોજાયો હતો.

વાંકલ અને આસપાસના વિસ્તારમાંથી ઉચ્ચ પોલીસ અધિકારી પોલીસ તેમજ એસ આર.પી, અને સી.આર.પી.એફ. માં ફરજ બજાવી વય નિવૃત થયા છે. રાષ્ટ્ર સેવામાં મહત્વનું યોગદાન આપનારા વયનિવૃત્ત અધિકારીઓ રમેશભાઇ ચૌધરી બોરીયા, ગજેન્દ્રભાઈ ચૌધરી, માંડવી રમેશભાઇ ચૌધરી આંબાવાડી, ભરતભાઇ ચૌધરી આંબાવાડી, સહિત મિલેટ્રી પેરામિલેટ્રી ફોર્સના નિવૃત્ત જવાનોનું સન્માન પાનેશ્વર દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે નૌશીરભાઇ પારડીવાલા, છોટુભાઈ ચૌધરી વગેરે ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. વય નિવૃત્તિનું જીવન તેઓ ખૂબ તંદુરસ્તી વિતાવે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. સમારંભના અંતમાં વયનિવૃત્ત મિલેટ્રી પેરા મિલેટ્રી ફોર્સ સંગઠનની રચના કરવામાં આવી હતી. આ સંગઠન આગામી સમયમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે નિવૃત કર્મચારીઓ એકબીજાને મદદરૂપ થઈ શકે તે મુજબનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : બોડેલી તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારના લોકોની વ્હારે આવી ધાર્મિક તેમજ સામાજીક સંસ્થાઓ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં રીક્ષાના ટાયરોની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા.

ProudOfGujarat

ગોધરામાં સાર્વજનિક કોમર્સ કોલેજની મુસ્લિમ વિદ્યાર્થિની એ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા પાસ કરી કોલેજ અને જીલ્લાનુ નામ રોશન કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!