Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કસક ગરનાળા પાસે રીક્ષામાંથી ઝેરી કોબ્રા મળતા અફરાતફરી : વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમે સમયસર રેસ્ક્યુ કરી સાપને સુરક્ષિત બહાર કાઢ્યો 

Share

ભરૂચ: શહેરના સ્ટેશન નજીક આવેલા કસક ગરનાળા પાસે એક રીક્ષામાંથી ઝેરી કોબ્રા સાપ મળી આવતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. રીક્ષા ચાલકે રીક્ષામાં સાપ નજરે પડતા ગભરાઈ જઈ આસપાસના લોકોને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ જીવદયા પ્રેમી સંસ્થા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુના કાર્યકર યોગેશ મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થળ પર તપાસ દરમિયાન રીક્ષામાં અત્યંત ઝેરી કોબ્રા સાપ હોવાનો ખુલાસો થયો હતો.

Advertisement

યોગેશ મિસ્ત્રીએ પોતાના અનુભવ અને કુશળતાથી સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને રીક્ષામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને સમગ્ર ઘટનાએ વિસ્તારમાં થોડા સમય માટે ભય સાથે કુતૂહલનું વાતાવરણ સર્જ્યું હતું.

રેસ્ક્યુ કરાયેલા કોબ્રા સાપને વન વિભાગના માર્ગદર્શન હેઠળ યોગ્ય અને સલામત સ્થળે મુક્ત કરવામાં આવશે.


Share

Related posts

ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ‌ગુમાનદેવની પ્રાથમિક શાળાને દત્તક લઇ સમાજ સેવાનું ઉમદા કાર્ય કરાયું…

ProudOfGujarat

BDMA ને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ અને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમુખ હરીશ જોષીને સન્માનિત કરાયા

ProudOfGujarat

આદિવાસી સમાજ વિકાસના ઉપક્રમે અંકલેશ્વર ખાતે જંગી રેલીનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!