Proud of Gujarat
Uncategorized

સુરવાડી બ્રીજ પર યામાહાની એફઝેડએસ બાઇક રેલિંગમાં ભટકાતાં ચાલકનું મોત

Share

અંક્લેશ્વરના નવા બોરભાઠા ગામે બળિયાદેવ મંદિર ફળીયામાં રહેતાં રાહુલ ભીખા રાઠોડના નાનો ભાઇ સંદિપ ગઇકાલે સંદિપ તેની યામાહા કંપનીની એફઝેડએસ બાઇકલઇને આદર્શ સ્કૂલ પાસેના ગોડાઉનમાં કામ અર્થે ગયો હતો. દરમિયાનમાં રાત્રીના પોણા આઠેક વાગ્યે તેના પિતરાઇ ભાઇએ ફોન કરી જાણ કરી હતી કે, સંદિપનો સુરવાડી બ્રીજ પર અકસ્માત થયો છે. જેથી તેઓ તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. સ્થળ પર લોકોનું મોટુ ટોળું જામેલું દેખાતાં તેમણે ત્યાં જઇ તપાસ કરતાં તેમના ભાઇ ગંભીર રીતે ઘાવયેલાં હોઇ 108ની ટીમે આવી તપાસ કરતાં તેનું મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું. તેમને જાણવા મળ્યું હતું કે, તેમનો ભાઇ સંદિપ નવાબોરભાઠાથી ગડખોલ તરફ જતા સુરવાડી બ્રિજ ઉપર વળાંક પુરઝડપે હોઇ કાબ નહીં રહેતાં તેની બાઇક બ્રીજની રેલિંગમાં ભટકાઇ હતી. અકસ્માતને પગલે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે અંક્લેશ્વર સીટી 1 ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

રાજપીપળા: ગણેશ વિસર્જન દરમિયાન કરજણ નદીમાં યુવાન તણાયો, શોધખોળ યથાવત

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં શંકાસ્પદ કોરોનાના વધુ બે કેસ નોંધાયાં, સિવિલમાં દાખલ કરાયાં 

ProudOfGujarat

ગીતો ધીમેથી વગાડવા કહેવા ગયેલાં શખ્સને માર માર્યો, ફરિયાદ કરવા ગયા તો ઢળી પડ્યા, ડોક્ટરે મૃત જાહેર કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!