Proud of Gujarat
bharuchEntertainmentFashionGENERAL NEWSGujaratUncategorized

બંબુસર ગામે વીજ ચોરી સામે ત્રાટક્યું વીજ વિભાગ: સઘન ચેકિંગમાં ગેરરીતિઓ બહાર આવી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ તાલુકાના બંબુસર ગામમાં વીજ ચોરીને રોકવા માટે વીજ કંપની દ્વારા વહેલી સવારે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં વધતી વીજ ચોરીને ધ્યાનમાં રાખી વીજ વિભાગ સતત ચેકિંગ કરી રહ્યો છે, જેના ભાગરૂપે બંબુસર ગામને નિશાન બનાવવામાં આવ્યું હતું.

આ દરમિયાન વીજ વિભાગની આશરે 10 જેટલી ગાડીઓ સાથેનો કાફલો ગામમાં પ્રવેશ્યો હતો. અધિકારીઓ અને કર્મચારીઓએ દરેક ઘરમાં જઈને વીજ મીટર, વાયરિંગ અને જોડાણોની વિગતવાર તપાસ કરી હતી, તેમજ સમગ્ર કાર્યવાહીનું વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ઘણા મકાનોમાં ગેરકાયદેસર વીજ જોડાણો અને ગેરરીતિઓ બહાર આવી હતી. આવા જોડાણોને તાત્કાલિક કાપી નાખવામાં આવ્યા હતા અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


Share

Related posts

ભરૂચ જીલ્લા કક્ષાની SGFI શાળાકીય રમત સ્પર્ધામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ ઝળકી, ૩૦ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ

ProudOfGujarat

નડિયાદ : શ્રી સંતરામ વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

એકતા નગર ખાતે યુવા શિલ્પકારોને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ” નો આજે થયો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!