Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલ કોલેજ ખાતે પ્રિસાઈડિંગ ઓફિસરો માટે ચૂંટણી તાલીમના બે સેશન યોજાયા

Share

 

વાંકલ : જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માંગરોળ મામલતદાર કચેરી દ્વારા વાંકલ કોલેજ ખાતે પ્રિસાઈડિંગ ઓફિસરો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ બે અલગ-અલગ સેશનમાં યોજાઈ હતી.

Advertisement

તાલીમ દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ પત્રકો, વૈધાનિક તેમજ બિન વૈધાનિક કવર અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. ઉપરાંત ઈવીએમ મશીનના યોગ્ય ઉપયોગ, સંભાળ અને સુરક્ષા અંગે પણ માર્ગદર્શન અપાયું હતું.

આ પ્રસંગે માંગરોળ મામલતદાર ચાવડા, નાયબ મામલતદાર પંકજ ચૌધરી તેમજ મામલતદાર કચેરીના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શિકા અને સૂચનાઓ આપવામાં આવી હતી.


Share

Related posts

સુરત- નવરાત્રીમાં જોવા મળશે લાઇટ વેઇટ ચોલી-એસેસરીઝનો ટ્રેન્ડ..

ProudOfGujarat

ઝઘડિયાની કંપનીનો માલ હરિયાણા નહીં પહોંચાડનાર વડોદરાના ટ્રાન્સપોર્ટરની ધરપકડ

ProudOfGujarat

અંકલેશ્વરના બાકરોલ ગામમાં પાંચ વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!