Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હાંસોટના સોની ફળિયામાં શોર્ટ સર્કિટથી રહેણાંક મકાનમાં આગ

Share


સાંકડી ગલીઓ બન્યાં અવરોધ, અંકલેશ્વર ફાયર ટીમે ભારે જહેમતે આગ કાબૂમાં લીધી

ભરૂચ :: ભરૂચ જિલ્લાના હાંસોટ ટાઉનના સોની ફળિયામાં એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Advertisement

પ્રાથમિક માહિતી અનુસાર, મકાનમાં ઇલેક્ટ્રિકલ ખામીના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. જોકે સોની ફળિયાની સાંકડી ગલીઓના કારણે ફાયર ફાઇટરોને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને આગને અન્ય મકાનોમાં ફેલાતી અટકાવવામાં સફળતા મેળવી હતી.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે મકાનમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન હાલ કરવામાં આવી રહ્યું છે. આગના ચોક્કસ કારણોની વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેકશન તેમજ લોક દરબાર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અમૂલ ડેરીના ચેરમેન-વાઈસ ચેરમેન તરીકે વિપુલ પટેલ અને કાંતિ સોઢાની વરણી કરાઇ.

ProudOfGujarat

શહેરા બ્લોકના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામા આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!