Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કામરેજના મોરથાણામાં મારબેલા ફાર્મહાઉસમાં જુગારધામ પર એલસીબીનો દરોડો: 30 જુગારીઓ ઝડપાયા, ₹29.85 લાખનો મુદ્દામાલ કબજે

Share

કામરેજના મોરથાણા પાસે ભાડે લેવાયેલા ફાર્મહાઉસમાં ગંજીફાનો જુગાર ચાલતો હતો
ચૂંટણી પૂર્વે “કોમ્બીંગ નાઇટ” દરમિયાન સુરત ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી
સુરત ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા કામરેજ તાલુકાના મોરથાણા ગામની સીમમાં આવેલા મારબેલા ફાર્મહાઉસમાં ચાલી રહેલા ગેરકાયદેસર જુગારધામ પર દરોડો પાડી 30 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ ₹29,85,600 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને “કોમ્બીંગ નાઇટ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન એલસીબી અને પેરોલ ફલો સ્ક્વોડને ખાનગી બાતમી મળતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. બાતમી મુજબ, કામરેજના મોરથાણા ગામની સીમમાં આવેલાં મારબેલા ફાર્મહાઉસના બંગલા નં. 3 માં ઈમરાન ઉર્ફે લાલો ઈંટવાલા અને જાફર રઝાક શેખ દ્વારા ફાર્મહાઉસ ભાડે લઈ બહારથી લોકોને બોલાવી પૈસાના દાવ પર ગંજીફાનો જુગાર રમાડવામાં આવતો હતો.
પોલીસે સ્થળ પર દરોડો પાડી મુખ્ય સુત્રધાર સહિત કુલ 30 આરોપીઓને ઝડપ્યા હતા, જ્યારે બે આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.  ટીમે સ્થળ પરથી કુલ 4.25 લાખ રોકડા, 33 મોબાઇલ તેમજ મોપેડ, કાર તથા રિક્ષા મળી કુલ 22.50 લાખના 9 વાહનો સહિતનો કુલ 29.85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓના નામ:

ઝાફર રઝાક શેખ
મોહમદહુસેન અઝીઝભાઈ શેખ
મોહમદ કાસીમ પીર મોહમદ શેખ
મોહમદ હનીફ ઉર્ફે રાજુ અબુ બાગવાન
મોહમદ ઇબ્રાહીમ કમરૂદીન શેખ
મોહશીન અબ્દુલ મજીદ શેખ
કહદાયત તુલ્લા હબીબબુલ્લા બનારસી
મોહમદ તોસીફ હનીફ શેખ
અલમ ઇકબાલ શેખ
અબરાર અબુબકર શેખ
નાશીખ મોહમદ હનીફ શેખ
નવજયભાઈ બાકેલાલ ગુપ્તા
નદીમ હુસેન ઝાકીર હુસેન શેખ
દાઉદ સલીમ મન્સુરી
કયુમ સતાર શા
ઇદરીશ સાફીઉદીન કાઝી
સકીલ અક્રમ મન્સુરી
મોહમદ જુનેદ ગુલામકાદર શેખ
ઇનાયતુલ્લાહ હબીબુલ્લા બનારસી
મોહમદ આસીફ મોહમદ સબીર શેખ
નઈમ નુરમોહમદખાન પઠાણ
સરીફખાન અઝીઝખાન પઠાણ
અબ્દુલ રહીમ ઐયુબ અહેમદ પટેલ
ઇરફાન ઇકબાલ રાજ
સબીરહુસેન ઉર્ફે અલ્લુ ગુલામહેદર શેખ
તોફીકમહમદ અજગર સૈયદ
શાહબાઝ સઈદખાન પઠાણ
મોહમદ અફતાર મોહમદ આરીફ શેખ
મોહમદસાઈદ મોહમદહનીફ બોકસાવાલા
આશીફ કુતબુદીન શેખ
ફરાર આરોપીઓ:

ઈમરાન ઉર્ફે લાલો ઈંટવાલા
મોહમ્મદ ઈરફાન અબ્દુલ અઝીઝ શેખ


Share

Related posts

ભરૂચના યોગી પટેલે જન્મદિન નિમિત્તે મંદિરોમાં લાઉડસ્પીકરનું દાન કરવાનું લીધો સંકલ્પ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ખનીજ ચોરી અટકાવવા સરપ્રાઈઝ ચેકિંગ, ૫ ટ્રક ઝડપાયા, રૂા. ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

નવી દિલ્હી નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ગુજરાતના ભરૂચની ખુશી ચુડાસમાએ મેળવ્યો સિલ્વર મેડલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!