Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સરદાર પટેલની જન્મજયંતીએ ભરૂચમાં ‘રન ફોર યુનિટી’નું આયોજન : પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ લીલી ઝંડી બતાવી દોડને પ્રસ્થાન કરાવ્યું, પોલીસ જવાનો સાથે વિદ્યાર્થીઓ અને એનજીઓના સભ્યો પણ જોડાયા

Share

 

ભરૂચ :

Advertisement

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘રન ફોર યુનિટી’ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવા તેમજ નાગરિકોમાં શારીરિક તંદુરસ્તી અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ પહોંચાડવાના હેતુથી યોજાયેલી આ દોડમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ એનજીઓના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમનો પ્રારંભ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી દોડને પ્રસ્થાન કરાવી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભરૂચ પ્રાંત અધિકારી મનીષા માનાણી, જંબુસર પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલી અને ઝઘડિયા એએસપી અજયકુમાર મીણા ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત હેડક્વાર્ટર ડીવાયએસપી એમ.એમ. ગાંગુલી, દહેજ ડીવાયએસપી ડો. અનિલ સિસારા, અંકલેશ્વર ડીવાયએસપી ડો. કુશલ ઓઝા તથા સિવિલ સર્જન વી.આર. ઉપાધ્યાય સહિત જિલ્લાના વિવિધ પોલીસ મથકોના પીઆઈ, પીએસઆઈ અને અન્ય અધિકારીઓએ પણ હાજરી આપી હતી.

પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડથી શરૂ થયેલી દોડ વેજલપુર, બંબાખાના અને મહોમદપુરા થઈ સબજેલ બહારના વળાંક સુધી પહોંચી હતી. ત્યારબાદ દોડવીરો એ જ માર્ગે પરત ફરી પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. સમગ્ર દોડ દરમિયાન રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમના સંદેશ સાથે સહભાગીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

દોડ પૂર્ણ થયા બાદ વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર દોડવીરોને મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મહિલા પોલીસ મથકનાં પીએસઆઈ વૈશાલી આહિરે કર્યું હતું. આમ, સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી ‘રન ફોર યુનિટી’ દ્વારા ભરૂચમાં એકતા, અખંડિતતા અને તંદુરસ્તીનો સંદેશ આપવામાં આવ્યો હતો.


Share

Related posts

નર્મદા જિલ્લો ધો-10માં 60.69% પરિણામ સાથે રાજ્યમાં 26માં ક્રમે:A1 ગ્રેડમાં 5 વિદ્યાર્થીઓ.

ProudOfGujarat

ઓલપાડની મંદરોઇ પ્રાથમિક શાળામાં પ્રજ્ઞા અભિગમ અંતર્ગત સી.આર.સી. કક્ષાનો બે દિવસીય તાલીમ વર્ગ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ચોરીની બાઈક સાથે એક ઈસમને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!