Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ-દહેજ ફોરલેન રોડ પર નવા કલાદરા ગામે અંડર પાસ બનાવવાની માંગ

Share

વાગરા તાલુકાના કલાદરા ગ્રામ પંચાયતના રહિશોએ સોમવારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ભરૂચ-દહેજ ફોરલેન રોડ પર નવા કલાદરા ગામે અંડર પાસ બનાવવાની માંગ કરી હતી.
વાગરા તાલુકામાં આવેલાં કલાદરા ગામના સ્થાનિકો મોટી સંખ્યામાં સોમવારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયાં હતાં. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી કે, નવા કલાદરા ગામે આવેલાં ભરૂચ-દહેજ ચાર માર્ગીય રોડ બનાવાયો છે. જેમાં નવા કલાદરા ગામ પાસે દહેજ-ભરૂચ ફોરલેન રોડની સમાંતર નવો ધોરી માર્ગ બનાવાઇ રહ્યો છે. ત્યારે ભેંસલી ગામથી પશ્ચિમ દિશામાં દહેજ તરફ આશરે 3 કિમીના અંતરે ચાર માર્ગ રોડ પર નવા કલાદરા ગામ પાસ અંડર પાસ બનાવવામા આવે તો ગામના લોકોને ભરૂચ-દહેજ આવવા-જવાની સવલત મળી રહેશ. તેમજ અકસ્માત થવાનો ભય પણ નહીવત રહેશે. આ રોડ પર આસપાસના કેટલાંય ગામોને અંડરપાસ આપવામાં આવ્યો છે. ત્યારે નવા કલાદરા ગામે પણ અંડરપાસ આપવામાં આવે તેવી માંગ કરી છે.

Share

Related posts

કોરોના મહામારી વચ્ચે રાજપીપળાનાં વડફડીયા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય.

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે કોવિડ-૧૯ વેકસીનેશનનો રાઉન્ડ યોજાયો.

ProudOfGujarat

ઓસારા-કવિઠા રોડ પર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!