Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ સબજેલમાં સુરક્ષાનો ભંગ: બેરેકમાંથી એકસાથે 4 મોબાઈલ મળતા તંત્રમાં હડકંપ

Share

 

બાથરૂમની ઉપરની દીવાલમાં સંતાડેલા મળ્યા મોબાઈલ ફોન
33 કેદીઓની પૂછપરછ શરૂ, પોલીસમાં ગુનો નોંધાયો

Advertisement

ભરૂચ, :
ભરૂચ સબજેલમાં સુરક્ષા વ્યવસ્થાનો ગંભીર ભંગ સામે આવ્યો છે. જેલની અંદરથી એકસાથે ચાર મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રમાં હડકંપ મચી ગયો છે. આ બનાવે ફરી એકવાર જેલની સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા પર સવાલો ઊભા કર્યા છે.

મળતી માહિતી મુજબ, ઝડપતી સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમિયાન બેરેકના બાથરૂમની ઉપરની દીવાલમાં સંતાડેલા ચાર મોબાઈલ ફોન મળી આવ્યા હતા. કડક સુરક્ષા હોવા છતાં જેલની અંદર મોબાઈલ ફોન પહોંચ્યા કેવી રીતે તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

આ ઘટનાને પગલે જેલ પ્રશાસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે બેરેકમાંથી મોબાઈલ ફોન મળ્યા છે, તેમાં રહેલા 33 કેદીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મોબાઈલ કોણ લાવ્યું, તેનો ઉપયોગ શા માટે થતો હતો અને તેમાં કોઈ ગુનાહિત કાવતરું સંકળાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ આગળ વધી રહી છે.

આ મામલે ભરૂચ શહેર ‘બી’ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ જેલમાંથી મોબાઈલ મળવાના બનાવો સામે આવી ચૂક્યા છે, જેના કારણે આ તાજી ઘટનાએ જેલ સુરક્ષાની વિશ્વસનીયતા પર ફરી સવાલો ઊભા કર્યા છે.


Share

Related posts

અંકલેશ્વર મુલદ ચોકડી નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં લાગી આગ…

ProudOfGujarat

માંગરોળના આમનડેરા ગામે ગૌમાંસ વેચાણ કરતા ચાર ઈસમોને 180 કિલો ગૌમાંસ સાથે ઝડપાયા.

ProudOfGujarat

રાજપીપળા ખાતે વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં નર્મદા કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!