Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં ગુરુવારે ઉમેદવારી ફોર્મ ભરવાનું મુહૂર્ત નિકળ્યું: કુલ ૫૮ ફોર્મ ભરાયાં

Share

૪ નગરપાલિકામાં કુલ ૭ ફોર્મ. ૯ તાલુકા પંચાયતોમાં ૪૩ અને જિલ્લા પંચાયતમાં ૮ ઉમેદવારો નોંધાયા

। ભરૂચ ।

Advertisement

ગુજરાત ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ૬ એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. ત્યારે પહેલાં ત્રણ દિવસમાં જિલ્લા પંચાયત, ૯ તાલુકા પંચાયત તેમજ ૪ નગર પાલિકાની કુલ ૨૪૯ બેઠકો માટે એક પણ ફોર્મ ભરાયાં ન હતાં. જોકે, ગુરુવારે ૯મી એપ્રિલે કુલ ૫૮ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું મુહૂર્ત કાઢ્યું હતું. આગામી ૧૧મી એપ્રિલ ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોઈ છેલ્લા બે દિવસોમાં ઉમેદવારી પત્ર ભરવા માટે લોકોની કતારો લાગશે.

ભરૂચ જિલ્લામાં ચૂંટણીને લઈને સસ્પેન્સ ભર્યું વાતાવરણ સર્જાયું છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા હજી સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી જ રહી હતી. અને ચૂંટણીની જાહેરાત થઈ જતાં ઉમેદવારોને લઈને લોકોમાં ભારે ચર્ચા જાગી છે. બીજી તરફ ૬ એપ્રિલથી ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી. જોકે, ભાજપ-કોંગ્રેસમાં હજી ઉમેદવારોના નામોની કોઈ જાહેરાત જ થઈ ન હોવાથી ફોર્મ ભરાયાં ન હતાં. જોકે, અપક્ષ કે અન્ય પક્ષના ઉમેદવારો પહેલાં જ તેમની ઉમેદવારી નોંધાવે તેવી શક્યતાં હતી. જોકે, તેમણે પણ ત્રણ દિવસ સુધી ફોર્મ નહીં ભરતાં ભારે સસ્પેન્સ જામ્યું હતું. જોકે, ગુરુવારે જિલ્લામાં કુલ ૫૮ ઉમેદવારોએ આખરે ફોર્મ ભરવાનું મુહૂર્ત કાઢયું હતું. જેમાં ભરૂચ જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે કુલ ટફોર્મ ભરાયાં છે. જ્યારે ૯ તાલુકા પંચાયતોની કુલ ૧૮૨ બેઠકો માટે ૪૩ ફોર્મ અને ૪ નગરપાલિકાની ૩૩ બેઠકો માટે કુલ ૭ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે.


Share

Related posts

માંગરોળ તાલુકા વાંકલ નજીક આવેલો પ્રવાસન કેન્દ્ર બણભા ડુંગરને અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય વન વિભાગ દ્વારા કરાયો.

ProudOfGujarat

વડાપ્રધાનના કોંગ્રેસ વિરોધી નિવેદનથી વિવિધ મુદ્દાઓ પર સરકાર પર આક્ષેપની ઝડી વરસાવતા ખેડાના કોંગી પ્રવકતા.

ProudOfGujarat

અંકલેશ્વરનાં મહાવીર ટર્નિંગ નજીક આવેલ ઓરેન્જ હોસ્પિટલને તંત્ર દ્વારા કોરોનાની સારવારની મંજૂરી અપાતા સ્થાનિક દુકાનદારોનો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!