Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ભાજપે ઉમરપાડા-માંગરોળમાં ઉમેદવારી નોંધાવી, ભવ્ય રેલી સાથે શક્તિપ્રદર્શન

Share

વાંકલ :

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ઉમરપાડા તાલુકાની 16 બેઠકો અને માંગરોળ તાલુકાની 24 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે.

Advertisement

ઉમેદવારી નોંધાવવા પહેલા ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓએ વાંકલ ખાતે હનુમાનજી મંદિર તેમજ સાંઈ મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, દીપક વસાવા, દિનેશ સુરતી, અફઝલખાન પઠાણ સહિતના આગેવાનો જોડાયા હતા. ડીજેના તાલે વાજતે-ગાજતે અને ઉત્સાહભેર રેલી માંગરોળ તાલુકા મથક સુધી પહોંચી હતી.

અંતે મામલતદાર કચેરી ખાતે તમામ ઉમેદવારોએ સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને જનમેદની ઉપસ્થિત રહી હતી, જેનાથી ભાજપે પોતાની સંગઠન શક્તિનું પ્રદર્શન કર્યું હતું.


Share

Related posts

સુરત : ડભોલી બી.આર.ટી.એસ રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ : અન્યને બચાવા જતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં થોડા દિવસો અગાઉ ગુમ થયેલ બાળકની લાશ નવા ગામ રેલ્વે ટ્રેક પાસેની ખાડીમાંથી મળી આવતા ચકચાર

ProudOfGujarat

નારેશ્વર ખાતે નર્મદા નદીનાં કાંઠે પગથિયાં પર મુકવામાં આવેલી રંગ અવધૂત મહારાજની પ્રતિમાને અજાણ્યા ઈસમોએ ખંડિત કરતાં ચકચાર. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!