Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલ-આમખુટા રોડ પર વાહન અડફેટે દીપડાનું મોત, જોવા ઉમટી પડ્યું લોકટોળું

Share

વાંકલ : માંગરોળ તાલુકાના વાંકલ-આમખુટા રોડ પર એક દીપડાનું વાહન અડફેટે આવી મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકલ ગામના ગામીત ફળીયા વિસ્તારમાં શિરીષભાઈ દેસાઈના ખેતર નજીક અજાણ્યા વાહન અડફેટે દીપડો આવી ગયો હતો. ત્યારબાદ દીપડો રસ્તા બાજુના ખાડામાં મૃત હાલતમાં જોવા મળ્યો હતો. ખેતરમાં ટ્રેક્ટર લઈને ગયેલા ડ્રાઇવરે દીપડાને મૃત હાલતમાં જોયા બાદ આ અંગે શિરીષભાઈ દેસાઈને જાણ કરી હતી.

Advertisement

ઘટનાની જાણ થતાં જ વાંકલ સરપંચ પ્રતિનિધિ ઠાકોરભાઈ ચૌધરીએ વન વિભાગને માહિતી આપી હતી. જાણ મળતા વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને દીપડાના મૃતદેહનો કબ્જો લઈ તેને ઝંખવાવ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો દીપડાને જોવા માટે સ્થળ પર ઉમટી પડ્યા હતા, જેના કારણે થોડા સમય માટે ભારે ભીડ સર્જાઈ હતી.


Share

Related posts

અમદાવાદ – અજમેર ઇન્ટરસિટી 31 માર્ચ સુધી રદ રહેશે.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

ભૃગુઋષિ બ્રિજ પર ખાડો પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી જાણો વધુ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!