Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરત ગ્રામ્ય LCBની મોટી કાર્યવાહી: એક્સપ્રેસવે પરથી  મહારાષ્ટ્રના ધુલિયાથી વડોદરા લઇ જવાતો 1.58 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

Share

સુરત ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ પ્રોહિબિશન મામલે મોટી સફળતા મેળવતા નેશનલ એક્સપ્રેસવે પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કન્ટેનરમાં છુપાવી લઈ જવામાં આવતો અંદાજે રૂપિયા 1.58 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્ય પોલીસને ખાનગી બાતમી મળી હતી કે એક ટાટા ટ્રક કન્ટેનર નંબર RJ-14-GG-4172 માં વિદેશી દારૂનો જથ્થો ભરી મહારાષ્ટ્રનાધુલિયાથી સોનગઢ, બારડોલી થઇ પલસાણાનું એક્સપ્રેસ વેનું ટોલનાકુ વટાવી ગુજરાતમાં વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જેના આધારે LCB અને પેરોલ સ્ક્વોડની ટીમે પલસાણા તાલુકાના ગંગાધરા ગામ નજીક મુંબઈ-વડોદરા નેશનલ એક્સપ્રેસવે પર વોચ ગોઠવી હતી.
ચોક્કસ બાતમી આધારે શંકાસ્પદ કન્ટેનરને રોકી તપાસ કરતા ચોખાની બોરીઓની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કુલ 28,716 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂપિયા 1,37,58,000) સહિત કન્ટેનર, મોબાઇલ ફોન અને અન્ય સામાન મળી કુલ રૂપિયા 1,58,59,350નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ મામલે પોલીસે કન્ટેનરના ડ્રાઈવર સુરેશ પ્રજાપત અને ક્લીનર પ્રકાશ ખેમાડાને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે આ દારૂ મહારાષ્ટ્રમાંથી લાવવામાં આવી વડોદરા પહોંચાડવાનો હતો. આ કેસમાં દારૂ ભરનાર શેઠજી નામના શખ્સ સહિત સપ્લાયર તથા વાહન માલિક સહિતના અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે.આ સમગ્ર સફળ કામગીરી જિલ્લા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ LCB અને પેરોલ સ્ક્વોડની ટીમ દ્વારા સુનિયોજિત રીતે પાર પાડવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.

Share

Related posts

સુરત : એમ્બ્યુલન્સમાં મેડિકલ સ્ટાફ બનીને જુગારધામ પર સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા

ProudOfGujarat

ભરૂચની ઝઘડિયા બેઠકના ભાજપના ઉમેદવાર સામે BTP એ ઉઠાવ્યો વાંધો, જાતિના મુદ્દે વાંધો ઉઠાવી ચૂંટણી અધિકારીને લખ્યો પત્ર.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન હેઠળ ૪.૮૨ લાખ બાળકોને આવરી લેવાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!