Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ-વિલાયત-સાયખા GIDC માટે GSRTCની નવી બસ સેવા શરૂ

Share

 

ભરૂચ :

Advertisement

GSRTC દ્વારા ભરૂચ જિલ્લાના વિલાયત GIDC, સાયખા GIDC અને ભેરસમ GIDC વિસ્તાર માટે નવી બસ સેવા આજથી શરૂ કરવામાં આવી છે.

જાહેર પરિવહન સેવાનો વધુ ઉપયોગ થાય અને ઉદ્યોગ વિસ્તારમાં કામ કરતા લોકો માટે મુસાફરી સરળ બને તે હેતુસર વિલાયત ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની રજૂઆતને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હર્ષ સંઘવીની સૂચના અનુસાર શરૂ કરાયેલી આ બસ સેવાનો પ્રારંભ ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં એસટી વિભાગના નિયામક અધિકારી સંજય જોશી તથા એસોસિએશનના સેક્રેટરીની હાજરીમાં બસને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું.

નવી બસ સેવા ભરૂચ એસટી ડેપોથી દેરોલ ચોકડી, વિલાયત ચોકડી, ગ્રાસીમ સેલ્યુલર ચોકડી, વિલાયત ગામ, ભેરસમ ગામ, સાયખા એમ.આર., સાયખા કેમિકલ એસ્ટેટ અને સાયખા ટેક્સટાઇલ સુધી દોડશે.

આ સેવા શરૂ થતાં GIDC વિસ્તારમાં કાર્યરત કર્મચારીઓ, વેન્ડરો, કોન્ટ્રાક્ટરો તેમજ સામાન્ય નાગરિકોને વધુ સુવિધાજનક અને સસ્તી જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ બનશે.


Share

Related posts

નેત્રંગ પોસ્ટઓફીસ સામે પાનના ગલ્લા પાસે ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

સુરત : ઉધના વિસ્તારના મસ્તાન નગરમાં મકાન અને દુકાનો ખાલી કરાવવાના મુદ્દે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું.

ProudOfGujarat

સુમિત સેઠીએ ગણેશ ચતુર્થી ગીત “જય દેવ 2.0” ની સફળતા પછી નૂરન સિસ્ટર્સનો આભાર માન્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!