Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ઝૂંપડપટ્ટી વિસ્તારની દીકરીઓ માટે બે દિવસીય સમર કેમ્પ યોજાયો

Share

 

ભરૂચ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તક કાર્યરત ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW) દ્વારા સાબુઘર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દીકરીઓ માટે બે દિવસીય સમર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ સમર કેમ્પ તા. ૧૧ મે થી ૧૨ મે ૨૦૨૬ દરમિયાન જે. બી. મોદી પાર્ક નજીક આવેલા સાબુઘર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં યોજાયો હતો. કેમ્પમાં વિસ્તારની અંદાજે ૪૪ જેટલી દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કેમ્પ દરમિયાન DHEWની ટીમ દ્વારા બાળાઓને સ્વ-રક્ષણ અને સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ‘ગુડ ટચ-બેડ ટચ’ વિષય પર સરળ ભાષામાં સમજ આપી બાળાઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આરોગ્ય અને પોષણ અંગે માર્ગદર્શન આપતાં મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓ, સેવા કેન્દ્રો તેમજ હેલ્પલાઇન નંબરો વિશે પણ માહિતી આપવામાં આવી હતી. શાળાએ ન જતી દીકરીઓને શિક્ષણનું મહત્વ સમજાવી ફરીથી અભ્યાસ સાથે જોડાવા માટે પ્રેરિત કરવામાં આવી હતી.

સમર કેમ્પમાં બાળાઓ માટે વિવિધ મનોરંજક રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ દીકરીઓએ હોંશભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે તમામ સહભાગી દીકરીઓને IEC બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ અલ્પાહાર સાથે સમર કેમ્પનું સુખદ સમાપન કરવામાં આવ્યું હતું.


Share

Related posts

સુરતનાં વરાછા વિસ્તારમાંથી 18 દિવસથી લાપતા કિશોરીનું અપહરણ થયું છતાં પોલીસે તપાસ નહીં કરતાં લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.

ProudOfGujarat

રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રક પાછળ કાર ઘુસી જતાં બે ના ઘટનાસ્થળે મોત

ProudOfGujarat

ભાંગ્યું ભાંગ્યું તોયે ભરૂચની ખારી શિંગ આમ તો જગ વિખ્યાત છે જોકે ગોલ્ડન બ્રિજને અડીને આવેલ કેટલાક ફૂડ સ્ટોલ સૂકી ભેલ માટે પણ જાણીતા બન્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!