Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં ‘સ્વસ્થ ભારત’ પ્રોગ્રામનો પ્રારંભ, કુપોષિત બાળકો અને માતાઓને મળશે પોષણયુક્ત આહાર

Share

 

ભરૂચ જિલ્લામાં બાળકો અને માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવાના હેતુથી બ્રિટાનિયા ન્યુટ્રીશન ફાઉન્ડેશન દ્વારા ‘સ્વસ્થ ભારત’ પ્રોગ્રામનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) શાખા, તાલુકા પંચાયત ભરૂચ અને બ્રિટાનિયા ન્યુટ્રીશન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવ્યો છે.

Advertisement

કાર્યક્રમનો પ્રારંભ ભરૂચ શહેરના પશ્ચિમ સેજાના વોર્ડ-૧/૪, વોર્ડ-૧/૫ નન્નુમિયાં અને લીમડીચોક નવી વસાહત વિસ્તારમાંથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર, CDPO તથા બ્રિટાનિયા ન્યુટ્રીશન ફાઉન્ડેશનની ટીમ ઉપસ્થિત રહી હતી.

આ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના કુલ ૧૩૭૪ આંગણવાડી કેન્દ્રોને આવરી લેવામાં આવશે. પોષણ ટ્રેકર મુજબ ઓળખાયેલા અતિ કુપોષિત (SAM) અને મધ્યમ કુપોષિત (MAM) બાળકોને Energy Protein Dense (EPD) આહાર આપવામાં આવશે. દરેક બાળકને દર મહિને ૧.૫ કિલો લેખે સતત એક વર્ષ સુધી આ પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવશે.

તદુપરાંત ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના ૩૦૯ આંગણવાડી કેન્દ્રોમાં પણ બાળકોના વજન અને ઊંચાઈના આધારે SAM-MAM બાળકોની ઓળખ કરી તેમને સમાન ધોરણે EPD આહારનો લાભ આપવામાં આવશે.

આ ઉપરાંત આ ત્રણેય તાલુકાની નોંધાયેલી સગર્ભા તથા ધાત્રી માતાઓને પ્રતિ માસ ૩ કિલોનું ‘ફૂડ બાસ્કેટ’ ત્રણ મહિના સુધી આપવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન અંદાજે ૪૦ જેટલા SAM-MAM બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ICDS શાખાની ટીમ તેમજ આંગણવાડી કાર્યકર બહેનોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો.


Share

Related posts

નર્મદા જિલ્લાના બોરિદ્રા પાસે ટાઇલ્સ ભરેલ ટ્રક ભેખડમાં અથડાતાં ચાલકનું મોત

ProudOfGujarat

સુરતનાં પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતિ નિમિત્તે 4500 કિલો સવા મણી લાડુનો ભોગ ધરાવાશે

ProudOfGujarat

રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના વઘરાલીથી કસુંબીયા જવાના રસ્તામાં આવતા નાળાનું ધોવાણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!