Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ફૈજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાંપા ગામે ૨૪ મો રક્તદાન કેમ્પ યોજાયો આયોજિત કેમ્પ માં ૨૦૦ યુનિટ રક્ત એકત્ર થયું

Share

ગુલામહુશેન ખત્રી

કરજણ તાલુકાના સાંપા ગામે રક્તદાન કેમ્પ યોજાયો હતો.કરજણ તાલુકાના કલ્લા શરીફ સ્થિત ફૈજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ ૨૪ મો રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.ફૈજ યંગ સર્કલ ના યુવાનોએ કેમ્પ ને સફળ બન‍ાવવા જહેમત ઉઠાવી હતી.ઉલ્લેખનીય છેકે કલ્લા શરીફ ખાતે હઝરત સૈયદ મુસ્તાકઅલી બાવા અને હઝરત સૈયદ વાહેદઅલી બાવા ના માર્ગદર્શન હેઠળ ચાલતા ફૈજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે.સાંપા મુકામે યોજાયેલા આ કેમ્પ માં કુલ ૨૦૦ યુનિટ રક્ત એકત્ર થયુ.જેમાંથી જલારામ બ્લડ બેન્કને ૧૩૦ યુનિટ અને એસ.જી.બ્લડ બેન્કને ૭૦ યુનિટ રક્ત અર્પણ કરાયું હતું.ઉલ્લેખનીય છેકે ફૈજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સંસ્થા પણ ચલાવાય છે.ક્લ્લા શરીફ સ્થિત દરગાહ શરીફે બહોળી સંખ્યામાં જન સમુદાય દરગાહ ના દર્શનાર્થે આવે છે.હઝરત મુસ્તાકઅલી બાવા ના અનુયાયીઓ ની સંખ્યા મોટા પ્રમાણમાં છે.ગુજરાત અને ગુજરાત બહાર હઝરત ના અનુયાયીઓ વસે છે.કલ્લા શરીફ ખાતે સમુહ લગ્ન ના પણ આયોજન કરાય છે.દર ગુરુવાર અને શુક્રવારે દરગાહ શરીફે મોટું માનવ મહેરામણ ઉમટે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સ્ટેશન પાસે યુવક કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં ગડખોલ ગામ ખાતે આવેલ પ્રણામી બંગ્લોઝમાં ગતરાત્રીનાં તસ્કરોએ મકાન નિશાન બનાવી હજારો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ProudOfGujarat

અંકલેશ્વર રાગિણી સિનેમા નજીક ઉછીના નાણાં પરત આપવા બોલાવી હુમલો થયો હોવાનો બનાવ બનતા સનસનાટી સર્જાય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!