Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાનાં ગડખોલ ગામ ખાતે આવેલ પ્રણામી બંગ્લોઝમાં ગતરાત્રીનાં તસ્કરોએ મકાન નિશાન બનાવી હજારો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

Share

અંકલેશ્વર શહેરમાં તસ્કરોનો તરખાટ રોજ વધે છે. ત્યાં ગઇ કાલે અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ પ્રણામી બંગ્લોઝમાં બે જગ્યાએ ચોરી કરી એક વ્યક્તિ પર પથ્થરમારો કરીને આતંક મચાવ્યો હતો.

જેમાં મકાન નંબર 36 માં રહેતા પ્રિતેશભાઇ પટેલનાં બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 14,000 લઈ તસ્કરો ભાગી રહ્યા હતા. ત્યારે બાજુમાં રહેતા પ્રવીણભાઈ રાજ તેમને પડકાર ફેંકતા તસ્કરોએ તેમના ઉપર પથ્થરમારો કર્યો હતો અને ઇજા પહોંચાડી હતી. જ્યારે નજીકમાં જ રહેતા નિરવભાઈ ચૌહાણના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા સહિતના મુદ્દામાલ મળી ૨૫ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં પ્રથમવાર વૈદિક “ધન પરાયણ” કાર્યક્રમનું ભવ્ય આયોજન :  સિદ્ધિવિનાયક મંદિર ખાતે સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ તેમજ રાષ્ટ્ર કલ્યાણના હેતુસર આયોજન

ProudOfGujarat

વિરમગામ શહેર ભાજપ દ્વારા છાસ વિતરણ કરાયુ

ProudOfGujarat

ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક મહિનામાં 391 પશુઓની સારવાર કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!