Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકાના કામો કરેલ નાણાં કોન્ટ્રાકટરને નહીં ચૂકવાતા કોન્ટ્રાકટર દ્વારા અનસન આંદોલનની ચીમકી

Share

ભરૂચ નગરપાલિકામાં લાલિયાવાડી ચાલતી હોય તેવી બાબત પ્રકાશમાં આવી છે, કચેરી દ્વારા બાહર પાડવામાં આવેલ ટેન્ડર પક્રિયા દરમ્યાન ભરૂચની ભગીરથ કાન્ટ્રકશને ટેન્ડર ભરતા તેઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા જે બાદ તેઓએ વિવિધ કામો કર્યા હતા. કામગીરી પૂર્ણ થયા બાદ પણ બે મહિનાથી છ મહિના જેટલો સમય થયા છતાં કરેલ કામોનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી જે અંગેની રજુઆત કોન્ટ્રાકટર દ્વારા તંત્રમાં કરવામાં આવી છે.

તેમજ બાકી રહેલા કામો પૂર્ણ કરવા ધાકધમકી, પ્રેસર, નોટિસો તેમજ ટેલિફોનિક વાતચીતમાં જો કામો નહીં કરો તો તમારું પેમેન્ટ ભુલી જાવ તેવા શબ્દોનું ઉચ્ચારણ કોન્ટ્રાકટર સમક્ષ કરવામાં આવતું હોવાના આક્ષેપ કરાયા છે, વધુનાં ભગીરથ કાન્ટ્રશનના કોન્ટ્રાકટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાહેર બાંધકામ વિભાગના ગુજરાત સરકારના ટેન્ડર ક્લોઝ પ્રમાણે પેમેન્ટ 30 દિવસ માં ચૂકવી આપવાની જવાબદારી ડિપાર્ટમેન્ટની છે, જે બાબતનું અમલ કરવામાં પણ કચેરી નિષ્ફળ ગઈ હોવાનું આક્ષેપો કર્યા છે.

Advertisement

પાલિકા દ્વારા કોન્ટ્રાકટરને ચુકવણું ન કરવામાં આવતા આગળ તેઓ કામ કરી શકે તેમ નથી જેથી તેઓએ આગળના બાકીના કામો નહીં કરવાની સ્પષ્ટતા કરી હતી, તેમજ જે તારીખે પેમેન્ટ કરવામાં આવશે તે દિવસથી 30 દિવસમાં જ બાકીના તમામ કામો પૂર્ણ કરી આપીશું તેમ તેઓની રજુઆતમાં જણાવ્યું હતું.

વધુમાં ભગીરથ કાન્ટ્રકશનના પ્રોપા ઇટર ગિરધરભાઈ સી ઝાલા દ્વારા ચીમકી ઉચ્ચાવામાં આવી છે કે આગામી પંદર દિવસમાં જો તેઓનું પેમેન્ટ નહીં કરવામાં આવે તો આગામી 22/05/2023 ના રોજ તેઓ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં ફાયર સ્ટેશન અને ઓફિસની સીડીની વચ્ચે અનશન આંદોલન કરવાની તૈયારી બતાડી હતી.

ક્યુ ક્યુ પેમેન્ટ બાકી રાખ્યું છે, તંત્ર દ્વારા

કોન્ટ્રાકટરને બાકી રાખવામાં આવેલ પેમેન્ટ માં વોર્ડ નંબર 8 માં આવેલ હાડકાની વખારથી મારુતિ નગર સીસી રોડનું 13,59,779 નું કામ સહિત વોર્ડ નંબર 5 પરમાર ફળિયું પેવર બ્લોકનું 3,36,1261 નું કામ સાથે સાથે કસક સર્કલ પેવર બ્લોક નું 18,83,544 નું કામ સહિત ફુરજા જેટી પેવર બ્લોકનું 5,00, 000 નું કામ અંગેના નાણાં હજુ સુધી ચૂકવણા ન કરાયા હોવાની રજુઆત કરવામાં આવી છે.

કોન્ટ્રાકટરને કામગીરી નથી કરવી એટલા માટેના બહાના છે : સૌરભ પટેલ, પબ્લિક વર્કસ શાખા

સમગ્ર મામલે જયારે ભરૂચ નગરપાલિકાના પબ્લિક વર્કસ શાખાના સૌરભ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેઓએ કોન્ટ્રાકટરના આક્ષેપોને ફગાવ્યા હતા અને કસક પેવર બ્લોકનું પેમેન્ટ અપાઈ ગયું છે અને તેઓને ગટરની કામગીરી કરવા જણાવ્યું તો તેઓ કામ ચાલુ નથી કરતા તેમ જણાવ્યું હતું સાથે સાથે તેઓને હવે કામ નથી કરવું એટલે માટે આ પ્રકારના બહાના તેઓ કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું, તેમજ તેઓને ત્રણ વાર કોલ કરી બોલાવ્યા છતાં તેઓ આવતા ન હોવાનું રટણ પણ કરવામાં આવ્યું હતું.


Share

Related posts

ભરૂચનાં ચુનારવાડ વિસ્તારમાં બે મિત્રો વચ્ચે થયેલ ઝઘડામાં એકની હત્યા, અન્ય બે ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગામે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું

ProudOfGujarat

અમિતાભ બચ્ચન બન્યા ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના ખુદાબક્ષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!