Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં આવેલાં મારૂતિનગર ખાતે એક મકાનના ઉપરના ભાગે આગ :લાશ્કરોએ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો, સદનશીબે કોઈ જાનહાની નહીં

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરમાં આવેલાં મારૂતિનગર સોસાયટી ખાતે આવેલાં એક મકાનમાં ઉપરના માળે આગ ભભુકી ઉઠતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે ભરૂચના લાશ્કરોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનશીબે ઘટનામાં કોઈને જાનહાની થઈ ન હતી.

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચમાં આવેલી મારૂતિનગર સોસાયટીના મકાન નંબર ડી-૪૦માં રહેતાં મકબુલ મયુદીન શેખના મકાનના ઉપરના માળેમાં અચાનક કોઈ કારણસર આગ ભભુકી ઉઠી હતી. માકનના પહેલાં માળેથી ઉડતા ધૂમાડાના ગોટેગોટા જોઈએ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી. કાયરટેન્ડરની મદદથી લાશ્કરોએ ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે ઘરના ઉપરના માળે રાખેલી આખી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સદનશીબે ઘટનામાં કોઈને જાનહાની થઈ ન હતી. આગ કયાં કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. જોકે, શોર્ટ સર્કિટના કારણે અથવા તો એસીનું આઉટડોર ઓવર હિટ થવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે.


Share

Related posts

મો નો કોળિયો છીનવતાં નિતિન પટેલે કહ્યું, ‘ અમે નાથિયા થઈ ગયા ‘

ProudOfGujarat

ઉમરપાડાના ખોડંબા જુમાવાડી માર્ગ પર મોપેડ સ્લીપ થઈ જતા યુવકનું મોત નીપજ્યું

ProudOfGujarat

અંક્લેશ્વરમાં વરસાદી માહૌલમાં તમામ તંત્રો નિષ્ફળ પુરવાર થયાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!