Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટ્રેક્ટરની ટક્કરે બાઈક ચાલક યુવાનનું મોત, ટ્રેક્ટર ચાલક સ્થળ પરથી ફરાર

Share

બનાવ સંદર્ભે  દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

 

Advertisement

મિત્રની બાઈક લઈને કામઅર્થે જતાં યુવાનનું ટ્રેક્ટરની ટક્કરે મોત થયું હહોવાની ચોંકાવનારી ઘટના સમે આવી છે. વાગરા તાલુકામાં આવેલાં સંભેટી ગામના સંજ ય રામસંગ રાઠોડ રાત્રીના સમયે તેમના ઘરે હતાં. તે વેળાં દશેક વાગ્યાના અરસામાં તેમના ગામમાં જ રહેતાં તેમના મિત્ર જશવંત પઢિયારે તેમને ફોન કરી જણાવ્યું હતું કે, તેમના પિતરાઈ ભાઈનું ગલેન્ડાથી ઘરે આવવાના રસ્તા પર અકસ્માત થયો છે. જેથી તેઓ તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં.

તેમણે જગ્યા પર પહોંચતાં તેમણે જોયુ તો તેમના કાકાના પુત્રની બાઈક ગલેન્ડાની લિવેન્સ સેલ કંપની પાસે રોડ પર પડેલી મળી આવી હતી. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રેક્ટર પણ ત્યાંજ પડેલું હતું. જ્યારે તેમના પિતરાઈ ભાઈને સારવાર માટે લઈ ગયાનું જણાયું હતું. સ્થળ પર તેમને માલુમ પડયું હતું કે, તેમનો પિતરાઈ ભાઈ બાઈક લઈને પરત ઘર તરફ આવી રહ્યો હતો. તે વેળાં એક ટ્રેક્ટર ચાલકે તેની બાઈકને ટક્કર મારતાં તેને માથામાં અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિ ભરૂચ સિવિલમાં લઈ જવાયાં હોઈ તેમણે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્ય હતો. જ્યાં તેનું સારવાર વેળાં મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ડેડીયાપાડા ખાતે બીટીપી અને ભાજપી નેતાઓના પુત્રો વચ્ચે થયેલ મારામારીના સોસીયલ મીડિયામાં ઘેરા રાજકીય પ્રત્યાઘાત.

ProudOfGujarat

પલસાણા હિમાલય હિન્દુ હોટલના કમ્પાઉન્ડ માથી જંગી વિદેશી દારૂ અને બિયર ભરેલ ટ્રક ઝડપાય…

ProudOfGujarat

શિતલ સર્કલ, જ્યોતિનગર, તુલસીધામ, ઝાડેશ્વર ચોકડીનો કંપનીઓની બસનો રૂટ પુન: શરૂ કરવા સંદિપ માંગરોલાની રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!