Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ પોલીસે ગૌવંશના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો

Share

વાંકલ ::

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ગૌવંશ સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓ સામે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ હેઠળ માંગરોળ પોલીસે એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ, સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ માંગરોળ વિભાગમાં ગૌવંશ સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ કામગીરી ચાલી રહી હતી.

તે અનુસંધાને માંગરોળ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ વિકમભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે ગૌવંશના ગુનામાં વોન્ટેડ આરોપી શાહરુખ ઉર્ફે બાબુ યુનુસ જીભાઈ (રહે. કોસાડી ગામ) પોતાના ગામે હાજર છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીના રહેઠાણે રેડ પાડી હતી અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે. હાલ માંગરોળ પોલીસે આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આજરોજ મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

ProudOfGujarat

ભરૂચ શહેરમાં આજે હ્યુમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટીસ મિશનનાં આગેવાનો અને કાર્યકર્તા દ્વારા રેલી યોજીને મહિલા ઉપર થઈ રહેલા અત્યાચાર-દુષ્કર્મની ધટનામાં કાયદો કડક બનાવી ગુનેગારોને વહેલી સજા મળે તેવું આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભાના વિવાદમાં નવો વળાંક, પ્રમુખ-ચીફ ઓફિસર સહિત તમામ સભ્યોને નોટિસ : એજન્ડાના મુદ્દાઓ પર ચર્ચા કર્યા વિના ઠરાવો મંજૂર કરાયાનો કોંગ્રેસી સભ્યનો આક્ષેપ; 29 ઓક્ટોબરે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર સમક્ષ સુનાવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!