Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જીવનમાં બે ખોટા કામ ન કરતા, ખોટા માણસ સાથે પ્રેમ, ને સાચા માણસ સાથે ગેમ : જૈનાચાર્ય શ્રી યશોવર્મસુરી

Share

અધ્યાત્મના અજવાળા જે જન્મમાં પૂરેપૂરા મેળવી શકાય અને જન્માંતરીય અધૂરી સાધનાને જ્યાં પુનઃ જગાડી શકાય ને પૂરેપૂરી સાધી શકાય રે… પરમાત્મા સુધી પહોંચી શકાય ને પરમાત્મા બની શકાય. એવા માનવના શ્રેષ્ઠ અવતારને તુચ્છતકરારમાં આપણે ગુમાવી બેસતા હોઈએ છીએ. એક કાંસકી માટે વલ્લભીપુરનો વિનાશ ને એક રાજ્ય માટે કોણીકે પિતા શ્રેણીકને આપેલો કારમો કારાવાસ… કેટલા નાના – નાના કારણ મોટા – મોટા કલેશના કારણ બને છે. જીવનમાં એટલો સંકલ્પ કરો જે લઈને આવ્યો છું એણે ઓછું કરીને તો આ ભાવથી નહીં જ જાઉં. પોતાની આગવી પ્રવચનશૈલીથી હજારો યુવાનોનો પરિવર્તન કરનારા ગચ્છાધિપતિ ગુરુદેવ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય યશોવર્મસુરીશ્વરજી મહારાજાએ પોતાની અદભુત સંવેદના પ્રાચીન શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદા ના વણછરા તીર્થમાં શંખેશ્વર મહાતીર્થમાં દાદા ના ગેટની સામે પ્રાઈમ લોકેશન ને સૌથી મોટી – મસ્ત ને દીવાદાંડી સ્વરૂપ 100રૂમ જેટલી રૂમોની ભવ્ય ધર્મશાલા – ભોજનશાળા – આયંબિલ શાળા – ઉપાશ્રય – શ્રમણીવિહાર – પાણીની પ્યાઉં – વિવિધલક્ષી હોલ – બેન્ક્વેટ હોલ – પાર્કિંગ આદિ અદ્યતન તમામ સુવિધા સાથેની વિરાટ ધર્મશાળાના મુખ્ય નામ આદિ આદેશની જાજમ તારીખ 10 જૂનના ને ઉદ્ઘાટન તારીખ 20/21 જૂન ના થનાર છે. એની તડામાર તૈયારીઓ ચાલે છે. એ માટે વિક્રમ કૃપા કેન્દ્રના ટ્રસ્ટીઓની અગત્યની બેઠક બોલાવાઈ ત્યારે જણાવી હતી. ને વર્તમાનના તમામ સાધુ – સાધ્વીજી ભગવંતો ના મહાગુરુ શ્રી વિજયાનંદસુરીજી (આત્મારામજી) મહારાજ ની 130 મી પુણ્યતિથિ ઉજવાઈ હતી. પૂજ્ય સાધુ – સાધ્વીજી મહારાજ ની વાંચનઓ થઈ હતી. તારીખ 6 જૂનના શંખેશ્વર પ્રવેશ. ને તારીખ 19 જુલાઈના વડોદરા માંજલપુર સંઘમાં ચોમાસા પ્રવેશ કરશે.

Advertisement

Share

Related posts

સુરત : આંગડીયા પેઢીનો કર્મચારી પેઢીના ૧૭ લાખ રૂપિયા લઈને ફરાર.

ProudOfGujarat

ગોધરા : દેવગઢ બારીયાના ભુલર ગામે PESA એક્ટ જોગવાઈ અંતર્ગત તાડપત્રી અને વાંસનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

આકાશી યુદ્ધના એવા ઉત્તરાયણનો પર્વ જામશે ખરું….?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!