Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ડ્રગ્સ તસ્કર સલીમ ડોલા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી : ગુજરાત અને મહારાષ્ટ્રમાં એકસાથે દરોડા : અંકલેશ્વર GIDCની વંદના કેમિકલ કંપની સહિત 20 સ્થળે સર્ચ ઓપરેશન

Share

 

આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ તસ્કરી સિન્ડિકેટ સામે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અને કુખ્યાત ડ્રગ્સ તસ્કર સલીમ ડોલા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એકસાથે દરોડા પાડ્યા છે. મુંબઈ, સુરત, અંકલેશ્વર, રાજકોટ સહિત કુલ 20 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

અંકલેશ્વર GIDC સ્થિત વંદના કેમિકલ કંપનીમાં પણ EDની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરતા ઉદ્યોગ વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ નાણાકીય વ્યવહારો, બેનામી સંપત્તિઓ અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલા દસ્તાવેજોની તપાસ શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મહત્વના દસ્તાવેજો, ડિજિટલ ડેટા, હાર્ડડિસ્ક, મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાઓ ED દ્વારા કબજે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધાયેલા કેસના આધારે હાથ ધરાઈ છે. તાજેતરમાં તુર્કીમાંથી ભારત લવાયેલા સલીમ ડોલાની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા. તેના આધારે EDએ વિશાળ સ્તરે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક પ્રીકર્સર કેમિકલ્સની ખરીદી કરીને ગુપ્ત રીતે મેફેડ્રોન (MD) જેવા નશીલા પદાર્થોનું ઉત્પાદન કરતું હતું. ત્યારબાદ આ ડ્રગ્સની આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે હેરાફેરી કરવામાં આવતી હતી. તપાસમાં પ્રીકર્સર કેમિકલ્સના સપ્લાયરો, ડ્રગ્સ તસ્કરો, હવાલા ઓપરેટરો તેમજ બેનામી મિલકતો ધરાવતી વ્યક્તિઓને પણ તપાસના ઘેરામાં લેવામાં આવ્યા છે.

EDની તપાસ મુંબઈમાં સલીમ ડોલા અને તેના સાગરિતો વિરુદ્ધ નોંધાયેલી વિવિધ FIRના આધારે શરૂ કરવામાં આવી હતી. આ કેસોમાં નશીલા પદાર્થો અને સાઇકોટ્રોપિક દવાઓની ગેરકાયદે હેરાફેરી, હવાલા મારફતે નાણાંની હેરફેર અને સંગઠિત ગુનાખોરીના ગંભીર આરોપો સામેલ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રગ્સના કાળાં નાણાંને કાયદેસર આવક તરીકે દર્શાવવા માટે અત્યંત જટિલ મની લોન્ડરિંગ નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હતું. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ કરોડોની મિલકતોમાં ગેરકાયદે નાણાં રોકવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ED હાલ બેંક ટ્રાન્ઝેક્શન, હવાલા કનેક્શન અને મિલકતોના દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

EDની આ કાર્યવાહી બાદ અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આગામી દિવસોમાં વધુ ખુલાસા અને વધુ લોકો સામે કાર્યવાહી થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share

Related posts

ભરૂચ : રાજયોમાં ATM કાર્ડ ક્લોનીંગ કરી ડુપ્લીકેટ ATM કાર્ડથી લાખો રૂપિયાનો ઉપાડ કરતી આંતરરાજય ગેંગ ઝડપાઈ જાણો વધુ.

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાનાં દિવ્યાંગ બાળકોને કિટ વિતરણ કરવામાં આવી.

ProudOfGujarat

રાજપીપલા : નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિંહે હેડ કોન્સ્ટેબલનું કોરોનામાં મોત થતાં સદગતના પરિવારને રૂ.25 લાખનો ચેક અર્પણ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!